ધર્મ-જ્યોતિષ

જરૂર વાંચો : 60 વર્ષથી ગુફાની અંદર રહેલા સાધુ બહાર નીકળ્યા, બેંકમાં ચેક ભર્યો. બધા ચોંકી ગયા. જય શ્રીરામ. જાણો અનોખો કિસ્સો.

Jan, 29 2021


ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,

નવી દિલ્હી

29 જાન્યુઆરી 2021

ઉત્તરાખંડના ઋષિકેશમાં 83 વર્ષના સંત સ્વામી શંકરદાસ રહે છે. આ સાધુ છેલ્લા 60 વર્ષથી ગુફામાં રહે છે અને તેઓ ગુફાની બહાર નીકળ્યા નથી. લોકો તેમણે 'ટાટા વાલે બાબા' આ નામથી ઓળખે છે. પરંતુ ગત સપ્તાહે તેઓ આશ્ચર્યજનક રીતે ગુફાની બહાર નીકળ્યા અને સીધા બેંકમાં પહોંચ્યા.

બેંકમાં પહોંચીને તેમણે રામ મંદિર નિર્માણ માટે એક કરોડ રૂપિયાનો ચેક જમા કરાવ્યો. જ્યારે આ સંત ગુફાની બહાર નીકળ્યા ત્યારે આખા ઋષિકેશમાં સર્વે કોઈ સ્તબ્ધ થઈ ગયા. બેંકના મેનેજર અને ઉચ્ચ અધિકારીઓ દોડી ને બેંકમાં પહોંચ્યા. પૂર્ણ સન્માન અને તેમના આશિર્વાદ લીધા પછી બેંકના અધિકારીઓએ તેમના બેંક રામજન્મભૂમિ ન્યાસના ડોનેશન ખાતામાં જમા કર્યો. 

આખા ઋષિકેશમાં આ સમાચાર વાયુવેગે પ્રસરી ગયા. ત્યારબાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અધિકારીઓ તત્કાળ બેંક ખાતામાં પહોંચ્યા અને જાણકારી પૂરી પાડી કે આ ચેક સીધો બેંકમાં જમા નહીં થઈ શકે.આ ચેક માત્રને માત્ર ટ્રસ્ટને આપી શકાય છે અને ત્યારબાદ ટ્રસ્ટ તેને પોતાની બ્રાંચમાં જમા કરી શકે છે. આમ જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય માં ઉત્તમ એવા ઋષિકેશના બાબાને આધુનિક જગત ની જાણકારી આપવામાં આવી તેમજ તેમની પાસે ડોનેશનની ધનરાશિ સ્વીકારવામાં આવી.

Leave Comments