ધર્મ-જ્યોતિષ

આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Apr, 1 2021


૧ એપ્રિલ ૨૦૨૧, ગુરૂવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" - ફાગણ વદ ચોથ

"દિન મહીમા" -
વ્યતિપાત ૧૪.૪૬ બેસે, વિછુંડો, જૈન પાશ્વનાથ કેવળજ્ઞાન, એપ્રિલ ફુલ ડે, વાયુસેના દિન, બેંક રજા દિન

"સુર્યોદય" - ૬.૩૩ (મુંબઈ)

"સુર્યાસ્ત" - ૬.૫૧ (મુંબઈ)

"રાહુ કાળ" - ૧૪.૧૫ થી ૧૫.૪૭

"ચંદ્ર" - વૃશ્ચિક,
આજે જન્મેલા બાળકની રાશી વૃશ્ચિક રહેશે.

"નક્ષત્ર" - વિશાખા, અનુરાધા (૭.૨૦)

"ચંદ્ર વાસ" - ઉત્તર,
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૩૪ - ૮.૦૬
ચલઃ ૧૧.૧૦ - ૧૨.૪૨
લાભઃ ૧૨.૪૨ - ૧૪.૧૫
અમૃતઃ ૧૪.૧૫ - ૧૫.૪૭
શુભઃ ૧૭.૧૯ - ૧૮.૫૧

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૮.૫૧ - ૨૦.૧૯
ચલઃ ૨૦.૧૯ - ૨૧.૪૭
લાભઃ ૨૪.૪૨ - ૨૬.૧૦
શુભઃ ૨૭.૩૭ - ૨૯.૦૫
અમૃતઃ ૨૯.૦૫ - ૩૦.૩૩

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, આગળ વધવાની તક મળે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
તબિયતની કાળજી લેવી,  ખાવા-પીવા માં ખ્યાલ રાખવો પડે.

"કર્કઃ"(ડ,હ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય.

"સિંહઃ"(મ.ટ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, દિવસ લાભદાયક રહે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, પરિવાર સાથે આનંદ કરી શકો.

"તુલાઃ"(ર,ત)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી કાર્ય સિદ્ધ થાય, આગળ વધી શકો .

"વૃશ્ચિકઃ"(ન,ય)-
કામકાજમાં સફળતા મળે, દિવસ પ્રગતિકારક અને શુભ રહે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
કામકાજ માં નુકસાની ના જાય એ જોવું, ભાગીદારીમાં સાંભળવું.

"મકરઃ"(ખ,જ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, લેખન વાંચન મંથન થી આનંદ મળે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
વેપારીવર્ગ ને સારું રહે, સ્ત્રી વર્ગ માટે પણ દિવસ ઉત્સાહજનક રહે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, ધાર્મિક કાર્ય માં સહભાગી થઇ શકો.

Leave Comments