ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
નૈનીતાલ (ઉત્તરાખંડ) હાઈકોર્ટે ચારધામ યાત્રા પર પોતે જ મૂકેલા સ્ટે ઓર્ડરને હટાવી દીધો છે.
શ્રદ્ધાળુઓ હવે અમુક શરતોને આધીન દર્શન કરી શકશે.
પ્રાપ્ત જાણકારી મુજબ ઉત્તરાખંડના મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળની ખંડપીઠે કેદારનાથ ધામમાં દરરોજ 800 યાત્રીઓને, બદ્રીનાથ ધામમાં 1,200, ગંગોત્રીમાં 600 અને યમુનોત્રીમાં કુલ 400 જણને જવાની પરવાનગી આપી છે.
ચારેય ધામમાં જવા માગનાર પાસે કોરોના રસીના બંને ડોઝ લીધા હોવાનું દર્શાવતું સર્ટિફિકેટ હોવું ફરજિયાત રહેશે. તે ઉપરાંત એની પાસે કોવિડ-19 નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ પણ હોવો ફરજિયાત રહેશે.
હજારો યાત્રા કરનારા લોકો તેમજ યાત્રાના વ્યવસાયિકો અને પુરોહિતો માટે સારો અવસર ખુલ્યો છે.
ઉલ્લેખનીય છે કે કોરોનાવાયરસ ફેલાવાના ધ્યાનમાં લઈને ઉત્તરાખંડ સરકારે લીધેલા પગલાં અંગે હાઈકોર્ટે અસંતોષ વ્યક્ત કર્યો હતો અને ચારધામ યાત્રા પર પ્રતિબંધ મૂકી દીધો હતો.