ધર્મ-જ્યોતિષ

અયોધ્યામાં રામલલ્લા ના દર્શને ગયેલા લોકોને અત્યારે એવો પ્રસાદ મળી રહ્યો છે કે જે અમૂલ્ય છે. જાણો વિગત.

Apr, 10 2021


ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 10 એપ્રિલ 2021

શનિવાર

અયોધ્યામાં ભગવાન શ્રીરામના દર્શને જનારા રામ ભક્તો ને અત્યારે અમૂલ્ય ભેટ પ્રસાદ સ્વરૂપે આપવામાં આવી રહી છે. આ અમૂલ્ય ભેટ શ્રીરામ રજકણ છે. એટલે કે શ્રી રામ મંદિરની એ માટી જે પાયો ખોદતી વખતે નીકળી હતી. આ માટીને પવિત્ર માનવામાં આવે છે તેમજ મંદિરનાં ગર્ભગૃહને ખોદતી વખતે અને મંદિરનો પાયો નાખવા માટે જે ખાડા ખોદવામાં આવ્યા હતા તે સમયે જેમાંથી બહાર નીકળી તેની પ્રસાદી બનાવી  દેવામાં આવી છે.

આ માટીને બીજી કોઈ જગ્યાએ ફેંકવામાં નથી આવી પરંતુ એક સુંદર ડબ્બીમાં પેક કરવામાં આવી છે. હવે જે વ્યક્તિ મંદિરમાં દર્શન માટે આવે છે તેને શ્રી રામ મંદિરની રજકણ ભેટરૂપે અપાય છે.

આ રજકણ મેળવવા માટે રીતસરની પડાપડી થઇ રહી છે. રામ ભક્તો માટે આ માટી એક પવિત્ર વસ્તુ સમાન છે. અનેક લોકો આ માટીને પોતાના મંદિરમાં સ્થાન આપી રહ્યા છે. આ માટી પ્રાપ્ત કરીને લોકો પોતાની જાતને ધન્ય સમજે છે.

ભાજપના નેતા નો નિર્ણય ભાજપના નેતાએ જ પલટી નાખ્યો, ઉત્તરાખંડમાં સંખ્યાબંધ મંદિરો પંડિતોના હાથમાં ગયા.

Leave Comments