ધર્મ-જ્યોતિષ

પવિત્ર પુણ્ય કાર્ય કરવા તૈયાર થઈ જાવ. આ તારીખે બદ્રીનાથ ધામના કપાટ ખોલવામાં આવશે.

Feb, 16 2021


ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

16 ફેબ્રુઆરી 2021

કોરોના કાળ વચ્ચે ગત વર્ષે ચારધામ યાત્રા ઓ સ્થગીત કરવામાં આવી હતી તેમજ યાત્રીઓની સંખ્યા ઓછી રહી હતી. જોકે હવે ચાલુ વર્ષે શ્રી બદ્રીનાથ ધામના કપાટ ખોલવાની તારીખ નક્કી કરવામાં આવી છે.

મે મહિનાની 18 તારીખે સવારે ચાર વાગ્યે પંદર મિનિટે શ્રી બદ્રીનાથ ધામના કપાટ ખોલવામાં આવશે. વસંત પંચમીના અવસર પર ચારધામ ઓથોરિટી દ્વારા આ તારીખની જાહેરાત કરવામાં આવી.સ્વાભાવિક છે કે આ તારીખથી એક દિવસ પહેલા કે પછી શ્રી કેદારનાથ ધામના કપાટ ખોલવામાં આવશે.

 

Leave Comments