ધર્મ-જ્યોતિષ

આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Apr, 7 2021


આજનો દિવસ
૭ એપ્રિલ ૨૦૨૧, બુધવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" - ફાગણ વદ અગિયારસ

"દિન મહીમા" -
પાપમોચીની એકાદશી- ચારોડી, રાજયોગ ૨૬.૩૦ થી ૨૭.૩૩, પંચક બેસે ૧૫.૦૨, વ્રજમૂશળયોગ સૂ.ઉ. થી ૨૭.૩૩, વિશ્વ સ્વાસ્થ્ય દિન

"સુર્યોદય" - ૬.૨૮ (મુંબઈ)

"સુર્યાસ્ત" - ૬.૫૨ (મુંબઈ)

"રાહુ કાળ" - ૧૨.૪૧ થી ૧૪.૧૪

"ચંદ્ર" - મકર, કુંભ (૧૪.૫૯),
આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૨.૫૯ સુધી મકર ત્યારબાદ કુંભ રહેશે.

"નક્ષત્ર" - ધનિષ્ઠા

"ચંદ્ર વાસ" - દક્ષિણ, પશ્ચિમ (૧૪.૫૯),
બપોરે ૨.૫૯ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૨૯ - ૮.૦૨
અમૃતઃ ૮.૦૨ - ૯.૩૫
શુભઃ ૧૧.૦૮ - ૧૨.૪૧
ચલઃ ૧૫.૪૭ - ૧૭.૨૦
લાભઃ ૧૭.૨૦ - ૧૮.૫૩

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૨૦.૨૦ - ૨૧.૪૬
અમૃતઃ ૨૧.૪૬ - ૨૩.૧૩
ચલઃ ૨૩.૧૩ - ૨૪.૪૦
લાભઃ ૨૭.૩૪ - ૨૯.૦૧

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
આવકમાં  મધ્યમ રહે, આકસ્મિત લાભ થાય, પ્રગતિકારક દિવસ.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, આગળ વધવાની તક મળે, શુભ દિન.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો.

"કર્કઃ"(ડ,હ)-
માનસિક વ્યગ્રતા રહે, મનનું ધાર્યું ના થાય, મધ્યમ દિવસ.

"સિંહઃ"(મ.ટ)-
અંગત જીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
જુના હઠીલા રોગ થી સાવધાન રહેવું, વધુ પડતી ચિંતાઓ ટાળવી.

"તુલાઃ"(ર,ત)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
નવા આયોજનો વિચારી શકો , દિવસ આનંદ માં પસાર થાય.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ મળી રહે.

"મકરઃ"(ખ,જ)-
આર્થિક બાબતો માં મધ્યમ રહે, વાણી વર્તન માં કાળજી લેવી.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા મેળવી શકો .

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
ખર્ચ પર અંકુશ રાખવો, નાણાકીય આયોજન કરવું જરૂરી બને.

Leave Comments