ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 02 માર્ચ 2022
બુધવાર
બાર જ્યોતિર્લિંગમાંથી એક ભગવાન કેદારનાથ ધામના દરવાજા ખોલવાની તારીખ નક્કી કરવામાં આવી છે.
કેદારનાથના દ્વાર આગામી 6 મેના રોજ સવારે 6.25 કલાકે અમૃતકાળમાં ખુલશે.
બાબા કેદારની ડોળી આગામી 2 મેના રોજ ઓમકારેશ્વર મંદિર, ઉખીમઠથી કેદાર ધામ માટે રવાના થશે.
2 મેના રોજ ડોળી ગુપ્તકાશી, 3 મેના રોજ ફાટા, 4 મેના રોજ ગૌરીકુંડ પહોચશે. જ્યા રાત્રી નિવાસ કર્યા બાદ, 5 મેના રોજ ડોળી કેદારનાથ ધામ પહોંચશે.
6 મેના રોજ સવારે 6.25 કલાકે સામાન્ય ભક્તોના દર્શન માટે દરવાજા ખોલવામાં આવશે.
ગંગોત્રી અને યમુનોત્રિના કપાટ અક્ષય તૃતીયાના પાવન પર્વ પર 3 મેના રોજ ખોલવામાં આવશે.
આ રીતે ચારધામ યાત્રાની શરૂઆત 3મેના રોજ થઈ જશે. ગંગોત્રી, યમુનોત્રી બાદ 6 મેના રોજ કેદારનાથ અને 8 મેના રોજ બદરીનાથના કપાટ ખૂલશે.
મુંબઈગરાઓ પાણી સંભાળીને વાપરજો, શહેરના આ ડેમમાં ટેકનિકલ સર્જાતા આટલા ટકા પાણી કાપ રહેશે…