ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ, 2 નવેમ્બર, 2021
મંગળવાર.
દિવાળીનો 5 દિવસનો તહેવાર 2 નવેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. 2 નવેમ્બરના રોજ મંગળવારે ધનતેરસ છે. હિંદુ પંચાગ અનુસાર કાર્તિક માસના કૃષ્ણ પક્ષની તેરસના દિવસે ધનતેરસની ઊજવણી કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ મુજબ જ્યારે ભગવાન ધન્વંતરી પ્રગટ થયા, ત્યારે તેમના હાથમાં અમૃત ભરેલો કળશ હતો. આ દિવસે ભગવાન ધન્વંતરીની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસને ધન્વંતરી જયંતી અથવા ધન ત્રયોદશી(ધન તેરસ) તરીકે પણ ઓળખવામાં આવે છે. ધનવંતરી અને કુબેરની ઉપાસના ભગવાન ધન્વંતરી વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે, જેમણે તેમના હાથમાં અમૃત કળશ પકડ્યો છે. તેમને પીળી વસ્તુ ગમે છે, એટલે કે પિત્તળ અને સોનું ગમે છે, તેથી ધનતેરસે પિત્તળ અથવા સોનું અથવા કોઈપણ અન્ય ધાતુની વસ્તુઓ ખરીદવામાં આવે છે. ધનવંતરી, આરોગ્યના દેવતા ધનવંતરી અને સંપત્તિના દેવ કુબેરની ધનતેરસના દિવસે પૂજા કરવામાં આવે છે.
ધનતેરસના દિવસે મોટાભાગના લોકો આ દિવસે સોનું, ચાંદી, વાસણ તથા અન્ય વસ્તુઓની ખરીદી કરે છે. આ દિવસે રોકાણ કરવાને પણ સૌથી વધુ શુભ માનવામાં આવે છે. આ કારણોસર અનેક લોકો આ દિવસે જમીન, મકાન તથા અન્ય વસ્તુઓની ખરીદી કરે છે. સાથે જ આ દિવસે દક્ષિણ દિશામાં દીવાનું દાન પણ કરવામાં આવે છે. એટલું જ નહીં આ દિવસે યમ ના નામનો દીવો પ્રગટાવવામાં આવે છે, જેથી અકાળ મૃત્યુથી બચી શકાય. જાણો ધનતેરસના દિવસે તમે કયા શુભ મુહૂર્તમાં ખરીદી કરી શકો છો.
આજે તારીખ ૨.૧૧.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ
આ દિવસે ખરીદદારી માટેના શુભ મુહૂર્ત
અભિજીત મુહૂર્તઃ બપોરે 11.42 વાગ્યાથી 12.26 વાગ્યા સુધી
ત્રિપુષ્કર યોગઃ સવારે 6.06 વાગ્યાથી 11.31 વાગ્યા સુધી
ધનતેરસ મુહૂર્તઃ સાંજે 6.18 વાગ્યાથી 8.11 વાગ્યા સુધી
ધન પૂજા માટે મુહૂર્ત
સાંજે 7.15 વાગ્યાથી રાત્રે 9.08 વાગ્યા સુધી
રાતે 12.24 થી 5.06 સુધી