News Continuous Bureau | Mumbai
જ્યોતિષશાસ્ત્રમાં શનિ ગ્રહને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શનિ એ તમામ 9 ગ્રહોમાં સૌથી ધીમી ગતિ ધરાવતો ગ્રહ છે. એક રાશિથી બીજી રાશિમાં પરિવર્તન થવામાં તેને લગભગ અઢી વર્ષનો સમય લાગે છે. શનિની(Shani dev) ધીમી ગતિને કારણે તેની અસર લાંબા સમય સુધી તે રાશિ ના જાતકો પર રહે છે. રાશિ પરિવર્તન ઉપરાંત શનિદેવ પણ સમયાંતરે વક્રી અને માર્ગી થતા રહે છે. શનિદેવ હાલમાં મકર રાશિમાં વક્રી સ્થિતિમાં છે, જે ઓક્ટોબરમાં(october) માર્ગી થવા જઈ રહ્યા છે. મકર રાશિમાં શનિદેવ ના માર્ગી થવાને કારણે કેટલીક રાશિના લોકો માટે વિશેષ લાભ થવાના સંકેત છે.તો ચાલો જાણીયે તે ભાગ્યશાળી રાશિઓ કઈ છે.
1. ધનુ રાશિ – શનિદેવ તમારી રાશિથી કુંડળીમાં બીજા ભાવમાં માર્ગી થશે. આવી સ્થિતિમાં આ રાશિના જાતકો ને કરિયર અને બિઝનેસમાં(business) ઘણી સુવર્ણ તકો મળી શકે છે. કુંડળીનું બીજું ઘર પૈસાનું ઘર છે. આ રીતે શનિ નું માર્ગી થવું તમને કાર્યમાં સફળતા(success) અપાવશે. અટકેલા કામ સમયસર પૂરા થશે અને તમને અટવાયેલા પૈસા મળી શકે છે, જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. નોકરીમાં વરિષ્ઠ અધિકારીઓ તમારા કામના વખાણ કરશે, જેનાથી તમારી બઢતી અને સંપત્તિમાં વૃદ્ધિનો માર્ગ ખુલશે.
2. મેષ રાશિ – આ રાશિના જાતકો પર શનિદેવ ખૂબ જ દયાળુ બની શકે છે. ઓક્ટોબરમાં મકર રાશિમાં શનિ નું માર્ગી થવું વરદાનથી ઓછું નહીં હોય. તમારી કુંડળીના દસમા ભાવમાં શનિ માર્ગી થવા જઈ રહ્યા છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીનું દસમું ઘર વ્યવસાય અને નોકરી(job) સાથે સંબંધિત છે. આવી સ્થિતિમાં બિઝનેસમાં સારો નફો(profit) અને નોકરી-ધંધાના લોકોને પ્રમોશન કે નવી નોકરીની તક મળી શકે છે. માન-સન્માન અને સંપત્તિમાં વધારો થવાના સંકેત છે. શનિ ના માર્ગી થવાથી મેષ રાશિના જાતકો ને ભાગ્યનો સાથ મળશે. લેવડ-દેવડના સંદર્ભમાં તમને કેટલીક સારી તકો મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે પરીક્ષામાં સફળતાના સંકેતો છે.
3. કુંભ રાશિ- આ રાશિના જાતકો ના ભાગ્યમાં(luck) વધારો થશે, જે નોકરી કરતા લોકો માટે ફાયદાકારક રહેશે. બીજી બાજુ, વ્યવસાય કરતા લોકોની આવકમાં સારો વધારો થઈ શકે છે. તમે કરિયરમાં સારી વૃદ્ધિ જોઈ શકશો. તમને પૈસા કમાવવાની ઘણી તકો મળશે.
4. મીન રાશિ – આ રાશિના જાતકો માટે શનિનું માર્ગી થવું કોઈ સ્વપ્ન સાકાર થવાથી ઓછું નહીં હોય. તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. કાર્યમાં સારી સફળતા મળશે. શનિદેવ તમારી રાશિથી 11મા ભાવમાં માર્ગી થવા જઈ રહ્યા છે. 11મું ઘર આવક અને લાભનું ઘર માનવામાં આવે છે. તમારી આવકમાં (income)સારો વધારો થવાના સંકેતો છે. બિઝનેસ (business)કરનારા લોકો માટે તેમને બનાવેલી ઘણી યોજનાઓ સફળ થશે, જેના કારણે તેમને સારો નફો મળશે. આવનાર સમય ઘણો ફળદાયી રહેશે.
આ સમાચાર પણ વાંચો : સૂર્યદેવ સિંહ રાશિમાં થયા બિરાજમાન- 17 સપ્ટેમ્બર સુધી આ રાશિના જાતકોનું ભાગ્ય સૂર્યની જેમ ચમકશે-જાણો તે ભાગ્યશાળી રાશિ વિશે