News Continuous Bureau | Mumbai
આપણી આસપાસ ના લોકો હોય કે પછી આપણા સગા-સંબંધી આપણને એવા જ લોકો ગમતા હોય જે આપણી સાથે જૂઠું ના બોલે પરંતુ આવું થતું નથી. બોલે.અત્યારનાં જમાનામાં આવા લોકો મળવા ઘણાં અઘરાં હોય છે. જો આપણે રાશિ (Zodiac Sign) પ્રમાણે વાત કરીએ તો કેટલીક રાશિના લોકો જૂઠું બોલીને બીજાનું દિલ જીતી લેતા હોય છે. તેઓ સામે વાળા ને ખબર પણ ના પડે તેવી સિફત થી તેઓ જૂઠું બોલતા હોય છે. તો આજે આપણે જોઇશું તેવી કઇ કઇ રાશિ છે જેના જાતકો વગર ખચકાટે જૂઠું(lie) બોલી શકતા હોય છે. કેટલીકવાર લોકો પોતાની જાતને મુશ્કેલીમાંથી બચાવવા માટે જૂઠ્ઠું બોલતા હોય છે અને ક્યારેક અન્યને મુશ્કેલીમાં મૂકવા માટે જાણી જોઈને જૂઠ્ઠું બોલતા હોય છે. કેટલાંક એવા પણ હોય છે કે જેઓ ખોટા અભિમાન અને પોતાની મોટાઈ બતાવવા જૂઠું બોલવાનું પસંદ કરે છે. કેટલાક સારા સ્વભાવના લોકો સામેની વ્યક્તિનું દુઃખ ઓછું કરવા માટે જૂઠું પણ બોલે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને સૌથી વધુ જૂઠું બોલતી પાંચ રાશિનાં નામ જણાવવા જઈ રહ્યા છીએ.
1. મિથુન: આ રાશિના જાતકોને હમેશાં આકર્ષણમાં(attraction) રહેવું પસંદ હોય છે. આ જાતકો ઇચ્છતા હોય છે તેઓ જ્યાં પણ જાય તે દરેક જગ્યાએ તેમની જ વાત થાય અને તે તેમને ગમે છે તેથી જ તે એવું કંઇ બોલી નાખે છે જે ખોટુ હોય. તેઓ આ જુઠ્ઠાનો સહારો લઇને બધાની વચ્ચે પોતાની વાત મુકવા કે પછી ફેમસ(famous) થવા કરતાં હોય છે. વાત-વાત પર ખોટું બોલવાની તેમની આદત હોય છે. તેમના વિચાર સ્થિર હોતા નથી, સાથે તેમની પસંદ નાપસંદ પણ બદલાતી રહેતી હોય છે.
2. વૃષભ: આ રાશિનાં જાતકો નાની-મોટી વાત માં જૂઠું બોલતા અચકાતા નથી કારણ કે તેમનો સ્વભાવ ખુબજ જીદ્દી હોય છે અને તેઓને દરેક ચીજ પોતાની જરૂરિયાત પ્રમાણે જોઈતી હોય છે પોતાની મરજી પ્રમાણેની વસ્તુઓ મેળવવા માટે તેઓ સહજતાથી જૂઠું(lie) બોલી લેતા હોય છે.
3. તુલા: આ રાશિના જાતકોને આમ તો જૂઠું બોલવું પસંદ હોતુ નથી પણ જો કે ક્યારેક એવું લાગે કે સત્ય (truth)બોલવાથી વાત બગડી શકે છે ત્યારે તે ખુબ વિચારીને જુઠ્ઠનો સહારો લેતા હોય છે. ઉદાહરણ તરીકે, જો તેમની કોઈ વાત સામેની વ્યક્તિને નુકસાન પહોંચાડી શકે છે, તો તેઓ જૂઠું બોલે છે. તેવી જ રીતે, જો તેમના કારણે કોઈનો દિવસ બગડી શકે છે, તો તે ખોટું બોલે છે. મોટા ભાગનાં લોકોને તેમનાં જુઠ્ઠાણાથી ફાયદો થાય છે. જોકે જ્યારે તેમનું જુઠાણું લોકોની સામે આવે છે ત્યારે તેમની આ ટેવ લોકો પસંદ કરતાં નથી.
4. સિંહ રાશિ: આમ તો આ રાશિનાં જાતકો સ્પષ્ટ વક્તા હોય છે. તેઓ જે હોય તે સાચુ(truth) બોલવામાં માનતા હોય છે પણ તેમને ખુદની મોટાઇ કરવી પસંદ હોય છે જે માટે તેઓ ઘણી વખત પોતાની બડાઇઓ હાંકવા માં જૂઠું બોલતા હોય છે. તો ક્યારેક વાત માં મીઠું મરચું નાંખીને બોલતા હોય છે. જોકે તેમનું જુઠ્ઠાણું સમય જતા લોકો પકડી પાડે છે. તેમના દ્વારા બોલવામાં આવેલું જૂઠું લાંબું ટકતું નથી.
આ સમાચાર પણ વાંચો : બેડરૂમમાં રાખેલી આ વસ્તુઓ બની જાય છે પ્રગતિમાં અવરોધ- જો તમે પણ આ ભૂલ કરતા હોવ તો આજે જ તેને બદલી નાખો નહીં તો થઈ શકે છે નુકસાન
5. વૃશ્વિક: ખોટું બોલવું વૃશ્વિક રાશિ માટે ખુબ સહજ હોય છે. આ રાશિ ના જાતકો ને સમજવા ખૂબ જ મુશ્કેલ હોય છે. તે એકની વાત ચાર કરવામાં માહેર હોય છે. સામાન્ય વાતની અંદર કંઇક મીર્ચ મસાલેદાર ઉમેરીને બોલવાની તેમની આદત હોય છે. તેઓ ખુબજ સહજથી જૂઠું બોલે છે કે તેના પર શંકા(dought) કરવી બિલકુલ અશક્ય હોય છે.