ધર્મ-જ્યોતિષ

આજે તારીખ ૧૨.૯.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

Sep, 12 2021


આજનો દિવસ
૧૨ સપ્ટેમ્બર ૨૦૨૧, રવિવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" - ભાદરવો સુદ છઠ્ઠ

"દિન મહીમા" -
સૂર્યષષ્ઠી, ચંપાષષ્ઠી, બલરામ જયંતિ, ગૌરી આહવન ૯.૫૦ થી, વિછુંડો, રાજયોગ ૧૭.૨૨ શરૂ, રવિયોગ ૯.૫૦ સુધી, વૈધૃતિ ૧૧.૪૩ સુધી

"સુર્યોદય" - ૬.૨૬ (મુંબઈ)

"સુર્યાસ્ત" - ૬.૪૨ (મુંબઈ)

"રાહુ કાળ" - ૧૭.૧૧ થી ૧૮.૪૨

"ચંદ્ર" - વૃશ્ચિક,
આજે જન્મેલા બાળકની રાશી વૃશ્ચિક રહેશે.

"નક્ષત્ર" - વિશાખા, અનુરાધા (૯.૪૯)

"ચંદ્ર વાસ" - ઉત્તર,
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૭.૫૯ - ૯.૩૧
લાભઃ ૯.૩૧ - ૧૧.૦૩
અમૃતઃ ૧૧.૦૩ - ૧૨.૩૫
શુભઃ ૧૪.૦૭ - ૧૫.૩૯

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૧૮.૪૨ - ૨૦.૧૧
અમૃતઃ ૨૦.૧૧ - ૨૧.૩૯
ચલઃ ૨૧.૩૯ - ૨૩.૦૭
લાભઃ ૨૬.૦૩ - ૨૭.૩૧
શુભઃ ૨૮.૫૯ - ૩૦.૨૭

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, આગળ વધવાની તક મળે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
તબિયતની કાળજી લેવી, ખાવા-પીવા માં ખ્યાલ રાખવો પડે.

"કર્કઃ"(ડ,હ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય.

"સિંહઃ"(મ,ટ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, દિવસ લાભદાયક રહે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, પરિવાર સાથે આનંદ કરી શકો.

"તુલાઃ"(ર,ત)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી કાર્ય સિદ્ધ થાય, આગળ વધી શકો .

"વૃશ્ચિકઃ"(ન,ય)-
કામકાજમાં સફળતા મળે, દિવસ પ્રગતિકારક અને શુભ રહે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
કામકાજ માં નુકસાની ના જાય એ જોવું, ભાગીદારીમાં સાંભળવું.

"મકરઃ"(ખ,જ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, લેખન વાંચન મંથન થી આનંદ મળે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
વેપારીવર્ગ ને સારું રહે, સ્ત્રી વર્ગ માટે પણ દિવસ ઉત્સાહજનક રહે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, ધાર્મિક કાર્ય માં સહભાગી થઇ શકો.

Leave Comments

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )