ધર્મ-જ્યોતિષ

આજે તારીખ ૧૪.૯.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

Sep, 14 2021


આજનો દિવસ
૧૪ સપ્ટેમ્બર ૨૦૨૧, મંગળવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" - ભાદરવો સુદ આઠમ

"દિન મહીમા" -
દુર્ગાષ્ટમી, દધીચી જયંતિ, ધરોઆઠમ, રાધાષ્ટમી, ગૌરી વિસર્જન ૭.૦૫ પછી, વિછુંડો ઉ.૭.૦૫, ભાગવતસપ્તાહ શરૂ, ગુરૂવક્રગતિથી મકરમાં ૧૩.૩૪, હિન્દી દિન

"સુર્યોદય" - ૬.૨૬ (મુંબઈ)

"સુર્યાસ્ત" - ૬.૪૦ (મુંબઈ)

"રાહુ કાળ" - ૧૫.૩૭ થી ૧૭.૦૯

"ચંદ્ર" - વૃશ્ચિક, ધનુ (૭.૦૩),
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૭.૦૩ સુધી વૃશ્ચિક ત્યાર બાદ ધનુ રહેશે.

"નક્ષત્ર" - જયેષ્ઠા, મૂળ (૭.૦૩)

"ચંદ્ર વાસ" - ઉત્તર, પૂર્વ (૭.૦૩),
સવારે ૭.૦૩ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૩૦ - ૧૧.૦૨
લાભઃ ૧૧.૦૨ - ૧૨.૩૪
અમૃતઃ ૧૨.૩૪ - ૧૪.૦૬
શુભઃ ૧૫.૩૭ - ૧૭.૦૯

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૦૯ - ૨૧.૩૭
શુભઃ ૨૩.૦૬ - ૨૪.૩૪
અમૃતઃ ૨૪.૩૪ - ૨૬.૦૨
ચલઃ ૨૬.૦૨ - ૨૭.૩૧

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
હકારાત્મક વિચારોથી લાભ થાય, દિવસ પ્રગતિકારક રહે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, આગળ વધવાની તક મળે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
આંતરિક સંબંધોમાં સારું રહે, મતભેદ નિવારી શકો.

"કર્કઃ"(ડ,હ)-
નિયમિત જીવનપદ્ધતિ થી આગળ વધશો તો સફળતા મળશે.

"સિંહઃ"(મ,ટ)-
ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પુરી પડતો દિવસ.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
પરિવાર સાથે આનંદ માણી શકો, દિવસ લાભદાયક રહે.

"તુલાઃ"(ર,ત)-
નવા કાર્યમાં ઈશ્વરી સહાય મળે, વિચારોમાં નવીનતા આવે.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
મન થી હળવાશ અનુભવી શકો, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
જીવનમાં નવા પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, શુભ દિન.

"મકરઃ"(ખ,જ)-
ખર્ચ પર અંકુશ રાખવો, નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
મિત્રો સાથે આનંદ માણી શકો, ગમતી પ્રવૃત્તિ કરી શકો.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
નોકરિયાતવર્ગ ને સારું રહે, ઈચ્છીત પરિણામ પ્રાપ્ત કરી શકો.

Leave Comments

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )