આજનો દિવસ
૧૩ ઓક્ટોબર ૨૦૨૧, બુધવાર, વિ. સંવત ૨૦૭૭
"તિથિ" – આસો સુદ આઠમ
"દિન મહીમા" –
દુર્ગાષ્ટમી, મહાષ્ટમી, નોરતું – ૮
"સુર્યોદય" – ૬.૩૩ (મુંબઈ)
"સુર્યાસ્ત" – ૬.૧૫ (મુંબઈ)
"રાહુ કાળ" – ૧૨.૨૫ થી ૧૩.૫૨
"ચંદ્ર" – ધનુ, મકર (૧૬.૦૪),
આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૪.૦૪ સુધી ધનુ ત્યારબાદ મકર રહેશે.
"નક્ષત્ર" – પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા (૧૦.૧૮)
"ચંદ્ર વાસ" – પૂૂર્વ, દક્ષિણ (૧૬.૦૪),
સાંજે ૪.૦૪ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૩૩ – ૮.૦૧
અમૃતઃ ૮.૦૧ – ૯.૨૯
શુભઃ ૧૦.૫૭ – ૧૨.૨૫
ચલઃ ૧૫.૨૦ – ૧૬.૪૮
લાભઃ ૧૬.૪૮ – ૧૮.૧૬
રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૧૯.૪૮ – ૨૧.૨૦
અમૃતઃ ૨૧.૨૦ – ૨૨.૫૨
ચલઃ ૨૨.૫૨ – ૨૪.૫૨
લાભઃ ૨૭.૨૯ – ૨૯.૦૧
રાશી ભવિષ્ય
"મેષઃ" (અ,લ,ઇ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, ધાર્મિક ચિંતન કરી શકો.
"વૃષભઃ" (બ,વ,ઉ)-
માનસિક વ્યગ્રતા રહે, આયાત નિકાસ વિદેશવ્યાપાર માં સારું રહે.
"મિથુનઃ"(ક, છ, ઘ)-
જાહેરજીવનમાં આગળ વધી શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
"કર્કઃ"(ડ,હ)-
તબિયતની કાળજી લેવી, બહાર ખાવાનું ટાળવું, પરેજી પાળવી.
"સિંહઃ"(મ,ટ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય, શુભ દિન.
"કન્યાઃ"(પ,ઠ,ણ)-
નવી વસ્તુની ખરીદી થાય, તમામ સુખ સગવડ પ્રાપ્ત થાય.
"તુલાઃ"(ર,ત)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
"વૃશ્ચિકઃ"(ન,ય)-
સામાજિક કૌટુંબિક કાર્ય કરી શકો, દિવસ પ્રગતિકારક રહે.
"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, આગળ વધવાની તક મળે.
"મકરઃ"(ખ,જ)-
અંગત વ્યક્તિઓ સાથે ગેરસમજ નિવારવી, ઉગ્ર થઈ ના બોલવું.
"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
આવકમાં વૃદ્ધિ થાય, રોકાણનું સારું પરિણામ મળે, શુભ દિન.
"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારા સમાચાર આવી શકે, પ્રગતિ થાય.