SUBDOMAIN == gujarati

ધર્મ-જ્યોતિષ

આજે તારીખ ૯.૬.૨૦૨૧ આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

Jun, 9 2021


આજનો દિવસ
૯ જૂન ૨૦૨૧, બુધવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" - વૈશાખ વદ ચૌદસ

"દિન મહીમા" -
સાવિત્રી ચૌદશ, જૈન શાંતિનાથ દિક્ષા, સિધ્ધિયોગ ૮.૪૪ સુધી, શ્રીવિઠ્ઠલરાયજી મહારાજ ઉત્સવ - પોરબંદર

"સુર્યોદય" - ૬.૦૧ (મુંબઈ)

"સુર્યાસ્ત" - ૭.૧૪ (મુંબઈ)

"રાહુ કાળ" - ૧૨.૩૮ થી ૧૪.૧૭

"ચંદ્ર" - વૃષભ,
આજે જન્મેલા બાળકની રાશી વૃષભ રહેશે.

"નક્ષત્ર" - કૃતિકા, રોહિણી (૮.૪૨)

"ચંદ્ર વાસ" - દક્ષિણ,
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૦૧ - ૭.૪૧
અમૃતઃ ૭.૪૧ - ૯.૨૦
શુભઃ ૧૦.૫૯ - ૧૨.૩૮
ચલઃ ૧૫.૫૬ - ૧૭.૩૫
લાભઃ ૧૭.૩૫ - ૧૯.૧૪

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૨૦.૩૫ - ૨૧.૫૬
અમૃતઃ ૨૧.૫૬ - ૨૩.૧૭
ચલઃ ૨૩.૧૭ - ૨૪.૩૮
લાભઃ ૨૭.૨૦ - ૨૮.૪૧

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
તમારા યોગ્ય વાણી વર્તનથી લાભ મેળવી શકો, પ્રગતિકારક દિવસ રહે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
વાદ વિવાદ થી દૂર રહેવું, જામીનગીરી ના કરવા સલાહ છે.

"કર્કઃ"(ડ,હ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

"સિંહઃ"(મ,ટ)-
વેપારીવર્ગ ને સારું રહે, નવી દિશાઓ ખુલતી જણાય,પ્રગતિ થાય.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, દાન ધર્મ કરી શકો, શુભ દિન.

"તુલાઃ"(ર,ત)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, લાગણી ની વાત વ્યક્ત કરી શકો.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
તબિયતની કાળજી લેવી, ખાવા પીવામાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ.

"મકરઃ"(ખ,જ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિથી મુલાકાત થાય.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
કોર્ટ કચેરી માં રાહત થાય, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો .

Leave Comments