SUBDOMAIN == gujarati

ધર્મ-જ્યોતિષ

આજે તારીખ ૧૧.૬.૨૦૨૧ આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

Jun, 11 2021


આજનો દિવસ
૧૧ જૂન ૨૦૨૧, શુક્રવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" - જેઠ સુદ એકમ

"દિન મહીમા" -
જેઠમાસ આરંભ, ગંગા દશહરા વ્રતારંભ, નભોમાસ આરંભ, કરિદિન, ચંદ્રદર્શન

"સુર્યોદય" - ૬.૦૧ (મુંબઈ)

"સુર્યાસ્ત" - ૭.૧૪ (મુંબઈ)

"રાહુ કાળ" - ૧૦.૫૯ થી ૧૨.૩૮

"ચંદ્ર" - મિથુન,
આજે જન્મેલા બાળકની રાશી મિથુન રહેશે.

"નક્ષત્ર" - મૃગશીર્ષ, આદ્રા (૧૪.૨૯)

"ચંદ્ર વાસ" - પશ્ચિમ,
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૦૨ - ૭.૪૧
લાભઃ ૭.૪૧ - ૯.૨૦
અમૃતઃ ૯.૨૦ - ૧૦.૫૯
શુભઃ ૧૨.૩૮ - ૧૪.૧૭
ચલઃ ૧૭.૩૬ - ૧૯.૧૫

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૫૭ - ૨૩.૧૭
શુભઃ ૨૪.૩૮ - ૨૫.૫૯
અમૃતઃ ૨૫.૫૯ - ૨૭.૨૦
ચલઃ ૨૭.૨૦ - ૨૮.૪૧

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
નવા કાર્યમાં આગળ વધી શકો, લાભદાયક દિવસ.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
બેન્ક બેલેન્સ વધારી શકો. આર્થિક આયોજન કરી શકો.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા વધે.

"કર્કઃ"(ડ,હ)-
વાદ વિવાદ થી દૂર રહેવું, તકરાર નિવારવા સલાહ છે.

"સિંહઃ"(મ.ટ)-
આવકમાં વૃધ્ધિ થાય, આકસ્મિક લાભ થવાના યોગ છે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, વિદ્યાર્થી વર્ગને લાભ દાયક.

"તુલાઃ"(ર,ત)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પ્રગતિકારક દિવસ.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
માનસિક વ્યગ્રતા રહે, મનનું ધાર્યુ ના થાય, મધ્યમ દિવસ.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
દામ્પત્યજીવનમાં સારૂં રહે, પરિવાર સાથે સારૂં રહે.

"મકરઃ"(ખ,જ)-
હિતશત્રુઓ થી સાવધાન રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવું. 

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિથી મુલાકાત થાય.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
જમીન-મકાન -વાહન સુખ સારૂં રહે, આગળ વધવાની તક મળે.

Leave Comments