ધર્મ-જ્યોતિષ

આજે તારીખ ૧૫.૭.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ.

Jul, 15 2021


આજનો દિવસ
૧૫ જુલાઈ ૨૦૨૧, ગુરૂવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" - અષાઢ સુદ પાંચમ

"દિન મહીમા" -
અષાઢી પંચમી, વલ્લભાચાર્ય વૈકુંઠગમન, દ્વારકાધીશ પાટોત્સવ- કાંકરોલી, કુમાર છઠ્ઠ, કસુંબા છઠ્ઠ, કર્દમ ષષ્ઠી, વ્રજમૂશળયોગ અને રવિયોગ ૨૭.૨૧ સુધી

"સુર્યોદય" - ૬.૧૦ (મુંબઈ)

"સુર્યાસ્ત" - ૭.૧૮ (મુંબઈ)

"રાહુ કાળ" - ૧૪.૨૩ થી ૧૬.૦૧

"ચંદ્ર" - સિંહ, કન્યા (૯.૩૮),
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૯.૩૮ સુધી સિંહ ત્યારબાદ કન્યા રહેશે.

"નક્ષત્ર" - ઉત્તરાફાલ્ગુની

"ચંદ્ર વાસ" - પૂર્વ, દક્ષિણ (૯.૩૮),
સવારે ૯.૩૮ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૧૧ - ૭.૪૯
ચલઃ ૧૧.૦૬ - ૧૨.૪૪
લાભઃ ૧૨.૪૪ - ૧૪.૨૩
અમૃતઃ ૧૪.૨૩ - ૧૬.૦૧
શુભઃ ૧૭.૪૦ - ૧૯.૧૮

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૯.૧૮ - ૨૦.૪૦
ચલઃ ૨૦.૪૦ - ૨૨.૦૧
લાભઃ ૨૪.૪૫ - ૨૬.૦૬
શુભઃ ૨૭.૨૮ - ૨૮.૪૯
અમૃતઃ ૨૮.૪૯ - ૩૦.૧૧

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
કુટનિતિજ્ઞ રસ્તાઓ અપનાવવા પડે, બુદ્ધિપૂર્વક નિર્ણય લેવા.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, મનની વાત વ્યક્ત કરી શકો.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, દિવસ પ્રગતિકારક રહે.

"કર્કઃ"(ડ,હ)-
નવા કાર્યમાં આગળ વધી શકો, રચનાત્મક કામગીરી કરી શકો.

"સિંહઃ"(મ.ટ)-
આર્થિક બાબતો માં મધ્યમ રહે, આવકના નવા સ્ત્રોત્ર વિચારી શકો.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

"તુલાઃ"(ર,ત)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, નવા સંપર્કો સાથે વાત થાય.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
નવા વિચાર થી મન સારું રહે , પરિવાર સાથે આનંદ માણી શકો.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
નોકરિયાતવર્ગે ઉપરી અધિકારીઓ સાથે મતભેદ નિવારવા સલાહ છે.

"મકરઃ"(ખ,જ)-
ધ્યાન-યોગ-મૌન થી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય, શુભ દિન.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
મિશ્ર અનુભવ આપતો દિવસ, નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી  વાત આવી શકે છે, સુંદર દિવસ.

Leave Comments

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )