ધર્મ-જ્યોતિષ

આજે તારીખ ૧૭.૭.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

Jul, 17 2021


આજનો દિવસ
૧૭ જુલાઈ ૨૦૨૧, શનિવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" - અષાઢ સુદ આઠમ

"દિન મહીમા" -
દુર્ગાષ્ટમી, પરશુરામાષ્ટમી, ભિષ્માષ્ટમી, જૈન નેમીનાથ મોક્ષ, નવું દરિયાઈ રોજ, સિધ્ધિયોગ- સ્થિરયોગ- રવિયોગ ૨૫.૩૨ શરૂ, સ્વામીનારાયણ મંદિર પાટોત્સવ- ટોરેન્ટો (કેનેડા)

"સુર્યોદય" - ૬.૧૧ (મુંબઈ)

"સુર્યાસ્ત" - ૭.૧૭ (મુંબઈ)

"રાહુ કાળ" - ૯.૨૮ થી ૧૧.૦૬

"ચંદ્ર" - કન્યા, તુલા (૧૪.૦૬),
આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૨.૦૬ સુધી કન્યા ત્યારબાદ તુલા રહેશે.

"નક્ષત્ર" - ચિત્રા

"ચંદ્ર વાસ" - દક્ષિણ, પશ્ચિમ (૧૪.૦૬),
બપોરે ૨.૦૬ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૫૦ - ૯.૨૮
ચલઃ ૧૨.૪૫ - ૧૪.૨૩
લાભઃ ૧૪.૨૩ - ૧૬.૦૧
અમૃતઃ ૧૬.૦૧ - ૧૭.૪૦

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૯.૧૮ - ૨૦.૪૦
શુભઃ ૨૨.૦૧ - ૨૩.૨૩
અમૃતઃ ૨૩.૨૩ - ૨૪.૪૫
ચલઃ ૨૪.૪૫ - ૨૬.૦૬
લાભઃ ૨૮.૫૦ - ૩૦.૧૨

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય, જાહેરજીવનમાં સારું રહે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
કામકાજમાં વ્યસ્તતા રહે , મનમાં થોડી અશાંતિ જોવા મળે, મધ્યમ દિવસ.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય, શુભ દિન.

"કર્કઃ"(ડ,હ)-
તમામ ભૌતિક સુખ સગવડ મળે, દિવસ આરામદાયક રહે.

"સિંહઃ"(મ.ટ)-
રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, નવા કાર્યમાં આગળ વધી શકો.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ થાય, આગળ વધી શકો.

"તુલાઃ"(ર,ત)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
ખર્ચ પર અંકુશ રાખવો, પૈસા નું આયોજન કરવું જરૂરી છે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

"મકરઃ"(ખ,જ)-
કામકાજ માં સફળતા મળે, મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે, પ્રગતિ થાય.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
માનસિક ટેન્શન રહ્યા કરે, કામ માં રુકાવટ આવતી જોવા મળે.

Leave Comments

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )