ધર્મ-જ્યોતિષ

આજે તારીખ ૧૯.૭.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

Jul, 19 2021


આજનો દિવસ
૧૯ જુલાઈ ૨૦૨૧, સોમવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" - અષાઢ સુદ દશમ

"દિન મહીમા" -
આશાદશમી, નોરતાં પૂરા, મન્વાદી, વિછુંડો બેસે ૧૬.૫૨, વરસાદી નક્ષત્ર પુષ્ય ૨૮.૪૬, બેંક રાષ્ટ્રીયકરણ દિન, કુમાર- યમઘટ- રવિયોગ ૨૨.૨૭ સુધી, પુનઃરવિયોગ ૨૮.૪૫

"સુર્યોદય" - ૬.૧૧ (મુંબઈ)

"સુર્યાસ્ત" - ૭.૧૭ (મુંબઈ)

"રાહુ કાળ" - ૭.૫૦ થી ૯.૨૮

"ચંદ્ર" - તુલા, વૃશ્ચિક (૧૬.૫૨),
આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૪.૫૨ સુધી તુલા ત્યાર બાદ વૃશ્ચિક રહેશે.

"નક્ષત્ર" - વિશાખા, અનુરાધા (૨૨.૨૬)

"ચંદ્ર વાસ" - પશ્ચિમ, ઉત્તર (૧૬.૫૨),
સાંજે ૪.૫૨ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૧૨ - ૭.૫૦
શુભઃ ૯.૨૮ - ૧૧.૦૭
ચલઃ ૧૪.૨૩ - ૧૬.૦૧
લાભઃ ૧૬.૦૧ - ૧૭.૩૯
અમૃતઃ ૧૭.૩૯ - ૧૯.૧૮

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૯.૧૮ - ૨૦.૩૯
લાભઃ ૨૩.૨૩ - ૨૪.૪૫
શુભઃ ૨૬.૦૭ - ૨૭.૨૯
અમૃતઃ ૨૭.૨૯ - ૨૮.૫૦
ચલઃ ૨૮.૫૦ - ૩૦.૧૨

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
સવાર બાજુ મહત્તવના નિર્ણય કરવા સલાહ છે, પ્રગતિ થાય.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
મિશ્ર અનુભવ આપતો દિવસ, સાંજ ખુશનુમા વીતે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
વિદ્યાર્થીવર્ગ ને સારું રહે, ઉચ્ચ અભ્યાસ માં પ્રગતિ સાધી શકો.

"કર્કઃ"(ડ,હ)-
હકારાત્મક ચિંતન થી લાભ થાય, આગળ વધવાની તક મળે.

"સિંહઃ"(મ.ટ)-
નવી વસ્તુની ખરીદી કરી શકો, ધાર્યા કામ પાર પડે, શુભ દિન.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
તમારા સારા વાણી-વર્તન થી લાભ થાય, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

"તુલાઃ"(ર,ત)-
દિવસ દરમિયાન આનંદ-પ્રમોદ કરી શકો, લાભદાયક દિવસ.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
સવાર બાજુ મધ્યમ રહે, બપોર પછી સમય સાથ આપે, પ્રગતિ થાય.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
આર્થિક આયોજન કરવું જરુરી, ખર્ચ પર અંકુશ રાખવો જરુરી છે.

"મકરઃ"(ખ,જ)-
યાત્રા પ્રવાસ થાય, નવી મુલાકાત ફળદાયી નીવડે, શુભ દિન.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
માનસિક હળવાશ અનુભવાય, સંબંધોમાં અંતરાયો દૂર થાય.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
ધીમે-ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

Leave Comments

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )