News Continuous Bureau | Mumbai
શ્રાવણ મહિનો એટલે ભોળા શંકર ને સમર્પિત. આ મહિનામાં ભગવાન શંકર ની તન અને મનથી શિવભક્તિ કરવામાં આવે છે. આ મહિનામાં મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે સોળ સોમવારનો ઉપવાસ (monday fast)શરૂ કરે છે. હરિયાળી તીજ પર, પરિણીત મહિલાઓ સોળ શણગાર કરે છે અને પરિવારની સુખ અને સમૃદ્ધિ માટે માતા પાર્વતીને પ્રાર્થના કરે છે. આ ઉપરાંત જે કન્યા કુંવારી હોય છે તેઓ સારો પતિ મેળવવા સોળ સોમવાર નું વ્રત રાખતી હોય છે. શ્રાવણ મહિનામાં આવતા સોમવાર નું ખુબ મહત્વ હોય છે.શાસ્ત્રોમાં શ્રાવણ ના સોમવાર માટે કેટલાક એવા ઉપાય બતાવવામાં આવ્યા છે જે વૈવાહિક જીવનમાં મધુરતા લાવે છે. આ ઉપાયોથી વૈવાહિક જીવનને સુખી બનાવી શકાય છે. તો ચાલો જાણીયે શ્રાવણ મહિના ના સોમવારે પતિ પત્ની એ સાથે મળી ક્યાં ઉપાય કરવા જોઈએ જેના કારણે તેમના જીવન માં મધુરતા બની રહે.
1. જો તમારા વૈવાહિક જીવન(married life) માં પરેશાની રહેતી હોય તો તેને દૂર કરવા શ્રાવણ માસના સોમવારના દિવસે પતિ-પત્નીએ મળીને શિવલિંગ ને પંચામૃત થી અભિષેક કરવો જોઈએ. આમ કરવાથી બંનેમાં પ્રેમ વધશે અને વૈવાહિક જીવન સુખી રહેશે.
2. શ્રાવણ સોમવારના દિવસે ભગવાન શંકર ની પૂજા દરમિયાન પતિ-પત્ની બન્ને એ 21 બીલીપત્ર(bilipatra) પર ચંદનથી 'ઓમ નમઃ શિવાય' લખીને શિવલિંગ પર ચઢાવવું જોઈએ. આ કરવાથી પરસ્પર થતા ખટરાગ નો અંત આવશે અને પ્રેમમાં વધારો થશે.
3. પતિ-પત્ની એ શ્રાવણ સોમવાર ના સાંજ ના સમયે ભગવાન શંકર સમક્ષ ગાયના ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ અને બન્ને એ સાથે મળીને શિવ ચાલીસાનો પાઠ(shiv chalisa) કરવો જોઈએ. તેનાથી દામ્પત્ય જીવન સંબંધિત સમસ્યાઓ દૂર થવા લાગે છે.
4. વૈવાહિક જીવનમાંથી ખટાશ દૂર કરવા માટે, શ્રાવણ મહિનાના સોમવારે ભગવાન શંકર અને માતા પાર્વતીને ચોખાની ખીર ચઢાવવી જોઈએ. તેનાથી જીવનની તમામ સમસ્યાઓ(problem) દૂર થાય છે.
5. વૈવાહિક જીવન(married life) માં પતિ-પત્ની વચ્ચે નો વિશ્વાસ વધારવા અને સંબંધો ને મજબૂત કરવા શ્રાવણ મહિના ના સોમવારે શિવલિંગ પર કેસર વાળું દૂધ ચઢાવો.
આ સમાચાર પણ વાંચો : આ રાશિના લોકો માટે સેનામાં કરિયર છે શ્રેષ્ઠ વિકલ્પ-આ જાતકો દરેક ક્ષેત્રમાં હોય છે નિષ્ણાત