News Continuous Bureau | Mumbai
શાસ્ત્રો અનુસાર પિતૃપક્ષમાં પિતૃઓનું શ્રાદ્ધ કરવાથી તે પ્રસન્ન થાય છે અને તેમને સુખ-સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે. એવું કહેવાય છે કે જ્યારે પૂર્વજો કોઈ પર પ્રસન્ન થાય છે તો સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. સાથે જ જો પિતૃ ક્રોધિત(anger) થાય તો, પિતૃદોષ સહિત બીજી ઘણી સમસ્યાઓનો (problems)સામનો કરવો પડે છે. તેથી પિતૃપક્ષ દરમિયાન કેટલાક ઉપાય કરવા જોઈએ. આ સિવાય વાસ્તુ શાસ્ત્રમાં(Vastu shastra) કેટલીક બાબતો જણાવવામાં આવી છે, જેનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. ચાલો જાણીએ કે વાસ્તુના ક્યાં નિયમોનું પાલન કરવાથી પિતૃઓ પ્રસન્ન થશે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂર્વજોની તસવીર યોગ્ય દિશામાં હોવી ખૂબ જ જરૂરી છે. એટલા માટે પૂર્વજોની તસવીર બેડરૂમમાં, રસોડામાં કે પૂજા ઘરમાં ન લગાવવી જોઈએ. જેના કારણે પિતૃ નારાજ થાય છે. આ સાથે દેવ દોષ(Dev dosh) પણ લાગે છે. આવી સ્થિતિમાં સુખ-સમૃદ્ધિનો અભાવ રહે છે અને ઘરમાં ઝઘડાઓ વધુ થાય છે. આ સાથે પૂર્વજોની તસવીર એવી જગ્યાએ ન લગાવો, જ્યાંથી દરવાજા માંથી આવતા તમારી નજર તેમના પર પડે.પૂર્વજોની તસવીર હંમેશા દક્ષિણ દિશામાં લગાવવી જોઈએ. કારણ કે આ દિશા યમરાજની(Yamraj) સાથે પૂર્વજોની પણ છે.
પિતૃ પક્ષ સાથે સંબંધિત આ વાસ્તુ નિયમો રાખો
1. જળ ચઢાવવું
વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂર્વજોને પ્રસન્ન કરવા માટે ઘરના મુખ્ય દરવાજાને હંમેશા સાફ રાખો, રોજ સવારે મુખ્ય દરવાજા આગળ જળ(water) ચઢાવો .
2. એક દીવો પ્રગટાવો
વાસ્તુશાસ્ત્ર અનુસાર દક્ષિણ દિશાને પૂર્વજોની દિશા કહેવામાં આવે છે. તેથી દરરોજ સાંજે (evening)એક દીવો પ્રગટાવો. તેનાથી પિતૃ દોષથી પણ છુટકારો મળશે.
આ સમાચાર પણ વાંચો : શનિ ગ્રહ આપણ ને કેવી રીતે અને ક્યારે કરે છે અસર – જાણો તેનાથી બચવાના ઉપાયો વિશે