મનોરંજન

એક સમયે શાલ વેચતો રાજ કુન્દ્રા આજે અધધધ આટલા કરોડની સંપત્તિનો છે માલિક; જાણો કયા-કયા ક્ષેત્રમાં ફેલાયો છે કારોબાર

Jul, 21 2021


ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૧ જુલાઈ, ૨૦૨૧

બુધવાર

દેશનો જાણીતો ઉદ્યોગપતિ અને પ્રખ્યાત બૉલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુન્દ્રાની મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના પ્રૉપર્ટી સેલે સોમવારે મોડી રાત્રે ધરપકડ કરી હતી. તેના પર અશ્લીલ ફિલ્મો બનાવવાનો અને ફરતી કરવાનો આરોપ છે. આ સંદર્ભમાં મુંબઈ પોલીસે આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં કેસ દાખલ કર્યો હતો અને એ જ સંદર્ભમાં રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈ પોલીસનું કહેવું છે કે આ મામલામાં અત્યાર સુધીમાં 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 

 રાજ કુન્દ્રા એક જાણીતો ઉદ્યોગપતિ છે, પરંતુ એક ઉદ્યોગપતિ કરતાં વધારે તે બૉલિવુડની પ્રખ્યાત અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ તરીકે ઓળખાય છે. હા, મોટા ભાગના ભારતીય મીડિયા માટે રાજ કુન્દ્રાએ અભિનેત્રી શિલ્પા શેટ્ટી સાથે સગાઈ કરી ત્યારે તે વધુ રસ ધરાવનાર વ્યક્તિ બની હતી, જેની સાથે તે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ક્રિકેટ ટીમ રાજસ્થાન રૉયલ્સની સહમાલિકી ધરાવે છે. બસના કન્ડક્ટરના પુત્ર તરીકે કરોડપતિ બનવાની કુન્દ્રાની સફળતાની વાર્તા એકદમ રસપ્રદ છે, સાથોસાથ વિવાદોથી ઘેરાયેલી છે. ચાલો જાણીએ કે બસના કન્ડક્ટરના પુત્ર રાજે કરોડોનો વ્યવસાય કેવી રીતે બનાવ્યો-

રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ વધી, પ્રખ્યાત યુટ્યુબરે લગાવ્યા આ આરોપ; જાણો વિગત

9 સપ્ટેમ્બર, 1975 લંડનમાં જન્મેલા રાજ કુન્દ્રા મૂળથી ભારતીય છે, પણ તેને બ્રિટનની નાગરિકતા મળી છે. તે એક જાણીતો બિઝનેસમૅન છે અને તેના પિતા ઘણા વર્ષ પહેલાં જ લુધિયાણાથી લંડન ગયા હતા. લંડનમાં તેમણે બસ કન્ડક્ટરના રૂપમાં કામની શરૂઆત કરી એક નાનકડો વેપાર શરૂ કર્યો. રાજની મા એક દુકાનમાં આસિસ્ટન્ટ હતી. પરિવારની સ્થિતિને જોતાં બાળપણમાં જ રાજ કુન્દ્રા પૈસાની કિંમતને સમજ્યો અને 18 વર્ષની ઉંમરથી જ કામ કરવાનું શરૂ કરી દીધું. 

પિતાની સલાહ પર રાજ થોડા પૈસા લઈને દુબઈ ગયો અને તેણે કેટલાક હીરાના વેપારીઓ સાથે વેપારની કોશિશ કરી, પણ અહીં વાત બની નહીં. ત્યાર બાદ તે નેપાળ ગયો અને પશ્મીના શાલ ખરીદીને બ્રિટનના કેટલાક બ્રાન્ડેડ સ્ટોરમાં વેચવાનું કામ શરૂ કર્યું. આ વેપાર વધ્યો અને થોડા સમય પછી રાજ હીરાનો વેપાર કરવા દુબઈ ફરીથી ગયો અને આ વખતે સફળ પણ થયો. વર્ષ 2004માં માત્ર 29 વર્ષની ઉંમરમાં જ તે બ્રિટનના 198મા સૌથી અમીર એશિયાઈ વ્યક્તિની યાદીમાં સામેલ થઈ ગયો. 

પૉર્ન ફિલ્મ રેકેટ: પોલીસે રાજ કુંદ્રા સહિત આટલા લોકોની કરી ધરપકડ. જાણો વિગતે 

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની ગણતરી આજે દેશ-દુનિયાના ટૉપ બિઝનેસમૅનમાં થાય છે. મીડિયા રિપૉર્ટની માનીએ તો ગયા એક દશકમાં રાજ કુન્દ્રાની કુલ સંપત્તિમાં 80 ટકા સુધીનો વધારો થયો છે. અત્યારના સમયમાં તે જુદા-જુદા વિસ્તારની આશરે 10 કંપનીઓમાં માલિકી અધિકાર અને ભાગીદારી ધરાવે છે. રાજ કુન્દ્રા દર મહિને આશરે 100 કરોડ રૂપિયાથી વધારેની કમાણી કરે છે અને તેની કુલ સંપત્તિ 400 મિલિયન ડૉલર એટલે કે 2,700 કરોડથી પણ વધારે છે. 

જો પર્સનલ લાઇફની વાત કરીએ તો રાજ કુન્દ્રાની લાઇફ અહીં પણ વિવાદોથી ઘેરાયેલી છે અને તેણે વર્ષ 2005માં કવિતાની સાથે લગ્ન કર્યાં હતાં, પણ લગ્નનાં આશરે ત્રણ વર્ષ પછી જ બન્નેના છૂટાછેડા થઈ ગયા. રાજ અને કવિતાની એક દીકરી છે, જે માતાની પાસે રહે છે. કવિતાની સાથે છૂટાછેડા પછી રાજે વર્ષ 2009માં બૉલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની સાથે લગ્ન કર્યાં. રાજ અને શિલ્પાનાં બે બાળકો છે, જેનું નામ વિયાન અને એક વર્ષની દીકરીનું નામ સમિશા છે. રાજ કુન્દ્રાના પ્રથમ છૂટાછેડામાં પણ શિલ્પા શેટ્ટીનો હાથ હોવાની વાત કહેવામાં આવી રહી છે, પણ રાજ કુન્દ્રા આ વાતોને નકારતો રહે છે.

પોર્નોગ્રાફી કેસ : પતિ રાજ કુન્દ્રાની ધરપકડ બાદ મોટા ભાગના બિઝનેસમાં તેની પાર્ટનર રહેલી શિલ્પા શેટ્ટીના ગળે લટકતી તલવાર, પોલીસ કરી શકે છે આ કાર્યવાહી; જાણો વિગત  

Leave Comments

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )