News Continuous Bureau | Mumbai
90ના દાયકાની જાણીતી અભિનેત્રી શાંતિ પ્રિયા(Shanti Priya) તેની ફિલ્મો સૌગંધ,(Saugandh) ફૂલ ઔર અંગાર અને વીરતા માટે જાણીતી છે. અક્ષય કુમારની (Akshay Kumar)સાથે ફિલ્મ સૌગંધમાં જોવા મળેલી શાંતિ પ્રિયા પોતાની એક્ટિંગના કારણે દર્શકોના દિલમાં હતી. પરંતુ છેલ્લા ઘણા સમયથી તે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીથી (bollywood industry)દૂર છે. હાલમાં જ તેણે ખુલાસો કર્યો છે કે તે જલ્દી જ કમબેક કરવા જઈ રહી છે. તે ધ નાઈટીંગેલ ઓફ ઈન્ડિયા (The nightingale of India)એટલે કે ભારત કોકિલા સરોજિની નાયડુની (Sarojini Naidu) બાયોપિકમાં જોવા મળશે. તાજેતરમાં જ અભિનેત્રી એક ફેશન વીકમાં (fashion week) જોવા મળી હતી. તેણે મીડિયા સાથે વાત કરતાં તેના આગામી પ્રોજેક્ટ વિશે ઘણું બધું શેર કર્યું છે.
શાંતિ પ્રિયાએ જણાવ્યું કે તે લગભગ 16 વર્ષ પછી રેમ્પ વોક (Ramp walk) કરી રહી છે. તેણે કહ્યું, ‘છેલ્લી વખત મેં 2006માં રેમ્પ વોક કર્યું હતું. મારા માટે પાછા આવવું ખૂબ જ આનંદદાયક હતું. એક ડાન્સર (Dancer) હોવાના કારણે મને પરફોર્મ કરવાની આદત છે અને તેથી જ આટલા લાંબા સમય પછી ચાલવાથી મને નર્વસ નહોતું થતું. તેણે શેર કર્યું કે તેના પુત્રએ તેને પુનરાગમન કરવા માટે મનાવી લીધી છે. તેણે કહ્યું કે હવે તેના બાળકો ઈચ્છે છે કે તે માતાની જવાબદારીમાંથી દૂર થઈને અભિનય પર ધ્યાન કેન્દ્રિત કરે.
આ સમાચાર પણ વાંચો: લગ્ન પછી આલિયા પતિ રણબીર સાથે નહીં પરંતુ આ અભિનેતા સાથે લેશે કોફી ની ચુસ્કી, કરણ જોહર ના પ્રશ્નો ના આપશે જવાબ
શાંતિ પ્રિયા ટૂંક સમયમાં ધ નાઈટીંગેલ ઓફ ઈન્ડિયા (The Nightingale of India)એટલે કે ભારત કોકિલા સરોજિની નાયડુની (Sarojini Naidu biopic) બાયોપિકમાં જોવા મળશે. તેના પ્રોજેક્ટ વિશે વાત કરતા શાંતિ પ્રિયાએ કહ્યું કે આ એક પેન ઇન્ડિયા (Pan India) ફિલ્મ છે જે હિન્દી, તેલુગુ, તમિલ અને કન્નડ ભાષાઓમાં રિલીઝ થશે. આ ફિલ્મનું શૂટિંગ જૂનમાં શરૂ થશે અને આ માટે તેણે ઘણી તૈયારી કરવી પડશે. તેણે કહ્યું કે સરોજિની નાયડુની બોડી લેંગ્વેજ શીખવા માટે તેની પાસે બહુ ઓછી રીલ્સ અને ક્લિપ્સ છે. પરંતુ તે આ પ્રોજેક્ટ માટે ખૂબ જ ઉત્સાહિત છે.