મિલી ના પ્રમોશન માટે ઝલક દિખલા જા ના સેટ પર પહોંચી જ્હાન્વી કપૂર-શો ની જજ માધુરી દીક્ષિત સાથે કર્યો ડાન્સ-આવી શ્રીદેવી ની યાદ-જુઓ વિડીયો

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

આ વખતે ઝલક દિખલા જા સીઝન 10(Jhalak Dikhla ja)માં જ્હાન્વી કપૂર સેલિબ્રિટી ગેસ્ટ તરીકે જોવા મળશે. તે પોતાની આગામી ફિલ્મ ‘મિલી’ના પ્રમોશન )promotion)માટે અહીં પહોંચશે. આ એપિસોડનો એક પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે જેમાં જ્હાન્વી કપૂર ઝલક દિખલા જાના સ્ટેજ પર શોની જજ માધુરી દીક્ષિત સાથે ડાન્સ(Madhuri Dixit dance) કરતી જોવા મળે છે. દેવદાસ ફિલ્મના ગીત ‘કાહે છેડે મોહે’ પર બંનેને ડાન્સ કરતા જોઈને ચાહકો ખુશ થઈ ગયા છે.

જ્હાન્વી સાથે ડાન્સ કરતા પહેલા માધુરી તેને કહે છે – ‘મેં આ સ્ટેજ પર તારી માતા શ્રીદેવી(Sridevi) સાથે ડાન્સ કર્યો હતો’. ત્યારબાદ બંને દેવદાસના ગીત(Devdas song) પર પોતાનું પર્ફોર્મન્સ બતાવીને બધાનું દિલ જીતી લે છે. આ દરમિયાન જ્હાન્વી લાલ સ્લીટ ગાઉન માં ખૂબ જ સુંદર લાગી રહી છે. ડાન્સ પછી માધુરી તેને ગળે લગાવે છે.બંનેનો ડાન્સ જોઈને જજની ખુરશી પર બેઠેલા કરણ જોહર અને નોરા ફતેહી પણ મંત્રમુગ્ધ થઈ જાય છે. જ્હાન્વીની આગામી ફિલ્મ ‘મિલી’ વિશે વાત કરીએ તો તે એક સસ્પેન્સ થ્રિલર(suspense thriller) ફિલ્મ છે જે વાસ્તવિક વાર્તા પરથી પ્રેરિત છે. વાર્તા એક છોકરીની આસપાસ ફરે છે જે ફ્રીઝર રૂમમાં બંધ થઈ જાય છે.

આ સમાચાર પણ વાંચો : પતિની આ આદત છોડાવવા માટે શ્રીદેવી એ મૂક્યો હતો પોતાનો જીવ જોખમમાં- પુત્રી જાહ્નવી કપૂરે કર્યો ચોંકાવનારો ખુલાસો

તમને જણાવી દઈએ કે, ‘મિલી’ એ મલયાલમ ફિલ્મ ‘હેલેન’ની રીમેક(remake) છે, જેના રાઇટ્સ જ્હાન્વીના પિતા બોની કપૂરે (Boney Kapoor)થોડા વર્ષો પહેલા ખરીદ્યા હતા. તે પોતે ‘મિલી’ના નિર્માતા પણ છે. ફિલ્મમાં જ્હાન્વી ઉપરાંત સની કૌશલ, મનોજ પાહવા પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 4 નવેમ્બરે રિલીઝ થશે.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment