324
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 જુલાઈ, 2021
સોમવાર
મુંબઈ પોલીસે પૉર્ન અને અશ્લીલ ફિલ્મો બનાવવા બદલ રાજ કુન્દ્રાની 19 જુલાઈના ધરપકડ કરી હતી. હવે રાજ કુન્દ્રા આ મામલામાં ખરાબ રીતે ફસાઈ ગયો હોવાનું લાગે છે. આ દરમિયાન હવે એવા પણ સમાચાર મળી રહ્યા છે કે, રાજ કુન્દ્રાની કંપનીના ચાર કર્મચારીઓ આ કેસમાં પોલીસ-સાક્ષી બનવા તૈયાર થયા છે. જો આમ થાય તો રાજ કુન્દ્રા સામેનો પોલીસ કેસ વધુ મજબૂત બનશે. સમાચાર એજન્સી ANI અનુસાર, કેટલાંક પોલીસ સૂત્રોએ કન્ફર્મ કર્યું છે કે રાજ કુન્દ્રાની કંપની વિઆન ઇન્ડસ્ટ્રીઝના ચાર કર્મચારીઓએ પૉર્નોગ્રાફી રૅકેટ મામલે પોલીસ વતી કુન્દ્રા સામે જુબાની આપવાનું મન બનાવ્યું છે.
દરમિયાન મુંબઇ પોલીસે પૉર્નોગ્રાફી કેસમાં પૂછપરછ માટે અભિનેત્રી ગહના વશિષ્ઠ સહિત ત્રણ લોકોને સમન્સ મોકલ્યાં છે.
You Might Be Interested In