News Continuous Bureau | Mumbai
78 વર્ષની ઉર્મિલા બાની ( urmila baa ) પ્રેરણાદાયી વાર્તા ( emotional story ) ઘણા ઉદાહરણ રજૂ કરે છે. જે ઉંમરે લોકો હાર માની લે છે, તેમનો આત્મા ઠંડો પડી જાય છે, ઉર્મિલા બાએ ઉંમરના એ ઉંબરે પોતાનો બિઝનેસ ખોલ્યો. એક સમયે આર્થિક તંગીમાં ( struggle life ) જીવવા મજબૂર ઉર્મિલા બા પાસે હવે પૈસાની કોઈ કમી નથી.ફૂડ સ્ટોરની સાથે તે યુટ્યુબ ચેનલ પણ ચલાવી રહી છે. 78 વર્ષની ઉર્મિલા બા નું સપનું હવે માસ્ટર શેફ બનવાનું છે.
દરેક માટે પ્રેરણાદાયી બન્યા ઉર્મિલા બા
માસ્ટર શેફ ઇન્ડિયા 7 ની સૌથી પ્રિય અને સૌથી ઉંમરલાયક સ્પર્ધક ઉર્મિલા બા આ શોમાં ઘણી લાઇમલાઇટ મેળવી રહી છે.માત્ર ટોચના જજ જ નહીં પરંતુ આખો દેશ તેમની યાત્રાને સલામ કરી રહ્યો છે.આ મંચ સુધી પહોંચવાની તેની સફર પહેલાથી જ તેને વિજેતા બનાવી ચૂકી છે.બાળકોના મૃત્યુથી લઈને આર્થિક તંગી સુધી જીવન વિતાવનાર ઉર્મિલા બા આજે સ્ટાર બની ગયા છે. તો ચાલો વિલંબ કર્યા વિના જાણીએ કે 203 ઘરોમાં ભોજન બનાવતી ઉર્મિલા બા કેવી રીતે બિઝનેસ વુમન બની.
આ રીતે શરૂ કર્યો બિઝનેઝ
77 વર્ષની ઉંમરે ઉર્મિલા બાએ પોતાનો બિઝનેસ શરૂ કર્યો. કોરોના ને કારણે તેમના પૌત્રનો ધંધો બંધ થઈ ગયો હતો. લોકડાઉનમાં ઘર ના ખર્ચા નું સંચાલન કરવા માટે તેણે પૌત્ર હર્ષ સાથે ‘ગુજ્જુ બેન ના નાસ્તા’ ની શરૂઆત કરી.આજે તેમની ‘ગુજ્જુ બેન ના નાસ્તા’ ની ચર્ચા સોશિયલ મીડિયા અને અખબારોમાં થાય છે. તેમનો નાસ્તો પણ ફૂડ એપ્સ પર હોટ સેલર છે. ઉર્મિલા બાએ પોતાની ગલી ના નાકે ‘ગુજ્જુ બેન ના નાસ્તા’ સ્ટોર ખોલ્યો છે, જે એક ગુજરાતી સ્નેક્સ સ્ટાર્ટઅપ છે. જ્યાં સૂકો નાસ્તો મળે છે. તેઓ સવારે 7 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી કામ કરે છે.ઉર્મિલા બા ‘ગુજ્જુ બેન’ નામની યુટ્યુબ ચેનલ ચલાવે છે. તેના 85.3K સબ્સ્ક્રાઇબર્સ છે. 78 વર્ષની ઉંમરે તે પોતાનું ઘર ચલાવે છે. તેમણે અથાણાં થી પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો.તે પછી તેણે થેપલા, ઢોકળા, પુરણપોળી, હલવો, સાબુદાણાની ખીચડી બનાવવાનું શરૂ કર્યું. તે દર મહિને 5 લાખ રૂપિયા કમાય છે.
View this post on Instagram
આ સમાચાર પણ વાંચો : ‘હેરા ફેરી 3’ પછી અક્ષય કુમારે બીજી ફિલ્મ ‘ગોરખા’ માં કામ કરવાની પાડી ના, આ કારણે છોડી દીધી ફિલ્મ
સંઘર્ષ ભર્યું રહ્યું જીવન
ઉર્મિલા બાનું જીવન સંઘર્ષથી ભરેલું હતું. ત્રણ સંતાનો ગુમાવ્યા બાદ પણ તેણીએ એકલી જ ઘર ચલાવવાનું ચાલુ રાખ્યું હતું.તેમની અઢી વર્ષની છોકરી ત્રીજા માળેથી પડી ગઈ હતી, એક છોકરાને હાર્ટ એટેક આવ્યો હતો અને બીજાને બ્રેઈન ટ્યુમર હતું. ત્રણેય બાળકોના મૃત્યુ થી તે ભાંગી પડી પરંતુ તેણે ક્યારેય હાર માની નહીં.તેની બીમાર સાસુ ની સારવાર, આખું ઘર ચલાવવાનું, તેના બાળકોનું ધ્યાન રાખવાનું અને પછી તેના પૌત્ર-પૌત્રીઓની સંભાળ લેવાની જવાબદારી તેણીની માથે હતી.આર્થિક સંકડામણ જોયા પછી પણ તે હંમેશા આત્મનિર્ભર રહી. આજે તેમની આખી ટીમ ઉર્મિલા બા સાથે કામ કરે છે. ઉર્મિલા બાની પ્રેરણાદાયી સફર ટેડ એક્સમાં પણ બતાવવામાં આવી છે.
Join Our WhatsApp Community