Site icon News Continuous Bureau | Mumbai

શું હવે આ કારણે રણવીર સિંહ ને ‘83’ ફિલ્મ ની બાકી ફી છોડવી પડશે; જાણો વિગત

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો,

મુંબઈ, 29 ડિસેમ્બર 2021.

Join Our WhatsApp Channel

બુધવાર

કબીર ખાન દિગ્દર્શિત '83'ની બોક્સ ઓફિસ પર ધીમી ગતિએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ચોંકાવી દીધી છે. ખાસ કરીને ફિલ્મના નિર્માતાઓ જેમણે આ ફિલ્મની યોજના બનાવી અને પૈસાનું રોકાણ કર્યું. બોક્સ ઓફિસની કમાણી જોતા લાગે છે કે ફિલ્મના નિર્માતા કરોડોના નુકસાનની નીચે દબાઈ ગયા હશે.નિર્માતાઓની નજીકના એક સૂત્રનું કહેવું છે કે આ ફિલ્મ 1983ની ડોક્યુમેન્ટરી જેવી લાગે છે. શૂટિંગ દરમિયાન પ્રોડક્શન ટીમના લોકોએ આ વાત કહી હતી. ભારતમાં પણ આવા સ્ટેડિયમો છે ત્યારે લંડનના લોર્ડ્સ સ્ટેડિયમમાં શૂટિંગ કરવાની શું જરૂર હતી. આ ફિલ્મ ખૂબ જ ભવ્ય રીતે બનાવવામાં આવી હતી, જે હવે ભારી પડી શકે છે.

અહેવાલ છે કે અત્યાર સુધી રણવીર સિંહને સંપૂર્ણ ફી પણ ચૂકવવામાં આવી નથી. કદાચ તેઓએ અમુક ટકા છોડવો પડશે જેથી નિર્માતાઓ પર વધુ બોજ ન પડે. નિર્માતાઓમાં રણવીર સિંહની પત્ની દીપિકા પાદુકોણ પણ સામેલ છે.બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો ફિલ્મ પાંચ દિવસમાં 50 કરોડની નજીક પહોંચવામાં સફળ રહી છે. જ્યારે આ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. ટ્યુબલાઇટના ખરાબ પ્રદર્શન પછી '83'ની આવી હાલત કબીર ખાન માટે બેવડો ફટકો છે.

'મધુબાલા' ફેમ વિવિયન ડીસેનાએ પત્ની વાહબિઝ દોરાબજીથી લીધા છૂટાછેડા ,પત્નીએ માંગ્યું આટલા કરોડનું ભરણપોષણ! જાણો વિગત

એક તો આમ પણ  દર્શકો ફિલ્મ જોવા માટે થિયેટરમાં જતા ન હતા, પરંતુ હવે આ ફિલ્મ ઈન્ટરનેટ પર પણ લીક થઈ ગઈ છે. સમાચાર છે કે આ ફિલ્મ Torrent, Filmywap જેવી વેબસાઈટ પર આવી ગઈ છે.

  Ramayana Box Office Collection – ‘રામાયણ’ ની ૨૦મા દિવસે દમદાર વાપસી, ભારતમાં ટૂંક સમયમાં પાર કરશે ₹૧,૦૦૦ કરોડનો આંકડો
 Ayushmann Khurrana Upcoming Film – ‘યે પ્રેમ મોલ લિયા’ બાદ આયુષ્માન ખુરાનાના હાથમાં વધુ એક મહત્વનો પ્રોજેક્ટ આવ્યો, આગામી ફિલ્મમાં સંત કબીરનું પાત્ર ભજવશે 
 Hanuman Ansh Lead Actor Fee – 451 કરોડ કમાનાર ફિલ્મ ‘હનુમાન અંશ’ના હીરોની ફી જાણીને લાગશે ઝટકો, 15 લાખ પણ ન થયા નસીબ 
 Ramayana Movie Ticket Price 99 Rupees – માત્ર ૯૯ માં જુઓ ‘રામાયણ’, કમાણીની ગતિ જાળવી રાખવા મેકર્સે ૮૦% સુધી સસ્તી કરી ટિકિટ
Exit mobile version