News Continuous Bureau | Mumbai
જ્યારે પણ કોઈ નવી જોડી પડદા પર આવવાની હોય છે ત્યારે દર્શકો ખૂબ જ ઉત્સાહિત થઈ જાય છે અને તે થવાનું જ છે, કારણ કે નવી જોડી સાથે આપણને કંઈક નવું જોવા મળે છે.જેમકે આજકાલ લોકો જે ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને તે છે 'બ્રહ્માસ્ત્ર', હવે તમે વિચારતા હશો કે આવું કેમ? તો તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં આલિયા ભટ્ટ પહેલીવાર બોલિવૂડ એક્ટર રણબીર કપૂર સાથે જોવા મળશે. જેના કારણે લોકો આ નવી જોડીની કેમેસ્ટ્રી જોવા આતુર છે.તે જ સમયે, હવે સમાચાર આવી રહ્યા છે કે ટૂંક સમયમાં બીજી નવી જોડી સ્ક્રીન શેર કરતી જોવા મળશે અને તે નવી જોડીનું નામ છે આલિયા ભટ્ટ અને આમિર ખાન. હા, તમે સાચું સાંભળ્યું છે, ફરી એકવાર આલિયા ભટ્ટ પોતાની નવી જોડી બનાવતી જોવા મળશે, તે પણ આમિર ખાન સાથે. મીડિયા માં પ્રકાશિત થયેલા એક સમાચાર અનુસાર, આમિર ખાન અને આલિયા ભટ્ટ એકસાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે.
રિપોર્ટ્સ અનુસાર, આલિયા ભટ્ટ અને આમિર ખાન એક ખાસ પ્રોજેક્ટ માટે સાથે આવી રહ્યા છે. આમિર અને આલિયા એક કોમર્શિયલમાં સ્ક્રીન શેર કરશે. આ પહેલીવાર હશે જ્યારે આ બંને કલાકારો એક પ્રોજેક્ટમાં સાથે જોવા મળશે. તેનું શૂટિંગ 29 માર્ચે મુંબઈની ફિલ્મસિટીમાં થયું હોવાનું કહેવાય છે.એક સૂત્રએ મીડિયા ને જણાવ્યું કે, 'આલિયા અને આમિર એકસાથે ખરેખર સારા લાગે છે. આલિયા આમિર સાથે કામ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત હતી.' તાજેતરમાં, આમિર ખાન અને આલિયા ભટ્ટ 'RRR' સ્ટાર્સ રામ ચરણ અને જુનિયર એનટીઆર સાથે દિલ્હીમાં ફિલ્મના પ્રમોશનલ ઇવેન્ટમાં હાજરી આપી હતી.
આ સમાચાર પણ વાંચો : રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ'માં થઇ આ અભિનેત્રી ની એન્ટ્રી, પરિણીતી ચોપરા ને કરશે રિપ્લેસ; જાણો વિગત
વર્કફ્રન્ટની વાત કરીએ તો આલિયા હાલમાં જ ફિલ્મ 'ગંગુબાઈ'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં આલિયાની એક્ટિંગની લોકોએ ખૂબ પ્રશંસા કરી હતી. હવે આલિયા તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળશે.આ ઉપરાંત તે કરણ જોહર ની રોકી ઔર રાની કી લવ સ્ટોરી માં વ્યસ્ત છે. બીજી તરફ જો આમિર ખાનની વાત કરીએ તો આ દિવસોમાં તે પોતાની આગામી ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'માં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે કરીના કપૂર મુખ્ય ભૂમિકા માં જોવા મળશે.