News Continuous Bureau | Mumbai
બોલિવૂડ(Bollywood)ના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન(Amir khan)ની માતા ઝીનત હુસૈન(Zeenat Hussain) ને હાર્ટ એટેક(Heart attack) આવ્યો છે. તેમને બ્રીચ કેન્ડી(breach candy) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઝીનત હુસૈન દિવાળીના અવસર પર આમિર ખાન સાથે પંચગની સ્થિત તેના ફાર્મ હાઉસમાં ગયા હતા. ત્યાં છાતીમાં દુખાવાને કારણે તેને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જે બાદ તેઓને બ્રિચ કેન્ડીમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર હોસ્પિટલમાં આમિર ખાનની માતાની સારવાર ચાલી રહી છે. ટ્રીટમેન્ટનો સારો રિસપોન્સ પણ મળી રહ્યો છે. હાલ તેમની તબિયત સ્થિર હોવાનું કહેવાય છે. આવી સ્થિતિમાં આમિર ખાન અને તેના સમગ્ર પરિવારે સુનિશ્ચિત કર્યું છે કે, આ ક્ષણે કોઈપણ પ્રકારની માહિતી લોકો સુધી ન જાય.
આ સમાચાર પણ વાંચો : LIC આપી રહી છે 20 લાખ રૂપિયા ની લોન- મોટી સંખ્યામાં લોકો લઈ રહ્યાં છે લાભ- તમે લીધો કે નહીં- અત્યારે જ કરો એપ્લાય