ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 નવેમ્બર 2021
સોમવાર
બોલિવૂડ એક્ટર આમિર ખાન અને રણબીર કપૂર ઈન્ડસ્ટ્રીના ફેમસ એક્ટર્સમાંથી એક છે. બંને સારા બોન્ડ પણ શેર કરે છે. રણબીર કપૂર અને આમિર ખાને પણ સાથે કામ કર્યું છે. રણબીરે આમિર ખાનની ફિલ્મ ‘પીકે’ માં ખાસ ભૂમિકા ભજવી હતી. હવે ફરી એકવાર બંને સાથે કામ કરવા જઈ રહ્યા છે.બંનેને સાથે જોવા માટે ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ચાહકોની આ રાહ હવે પૂરી થવા જઈ રહી છે. રિપોર્ટ્સનું માનીએ તો આમિર ખાન અને રણબીર કપૂર એક સાથે એક પ્રોજેક્ટ કરવા જઈ રહ્યા છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, આમિર ખાન અને રણબીર કપૂરે સાથે કામ કરવા માટે હા પાડી દીધી છે. બંનેને સ્ક્રિપ્ટ પણ ખૂબ પસંદ આવી છે. ઘણા વર્ષોથી બંને સાથે કામ કરવાનું વિચારી રહ્યા હતા પરંતુ સારી સ્ક્રિપ્ટ મળી ન હતી. હવે આખરે એક સ્ક્રિપ્ટ મળી છે જે બંનેને પસંદ આવી છે અને બંને કામ કરવા માટે રાજી થઈ ગયા છે. આ ફિલ્મને આમિર ખાન પ્રોડ્યુસ કરશે.રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મનું શૂટિંગ વર્ષ 2022ના બીજા ભાગમાં શરૂ થશે. આ સિવાય હજુ સુધી બીજી કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી.
આલિયા ભટ્ટને રાજામૌલીની 'RRR' માં 15 મિનિટ ના રોલ માટે મળી અધધ આટલા કરોડ ફીસ ; જાણો વિગત
વર્કફ્રન્ટ ની વાત કરીએ તો આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં આમિર સાથે કરીના કપૂર જોવા મળશે. આ ફિલ્મ 14 એપ્રિલ 2022ના રોજ રિલીઝ થઈ રહી છે. આમિર ખાને આ ફિલ્મને બૈસાખીના અવસર પર રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. અદ્વૈત ચંદને આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે. તે હોલીવુડ ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ ની હિન્દી રીમેક છે.બીજી તરફ રણબીર કપૂરની વાત કરીએ તો તે ટૂંક સમયમાં જ લવ રંજનની ફિલ્મમાં શ્રદ્ધા કપૂર સાથે જોવા મળશે. આ સિવાય તે પરિણીતી ચોપરા સાથે સંદીપ વાંગાની ‘એનિમલ’ માં જોવા મળવાનો છે. ‘એનિમલ’ નું શૂટિંગ આવતા વર્ષે શરૂ થવાનું છે.