ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 15 ડિસેમ્બર 2021
બુધવાર.
મુંબઈ ક્રુઝ પ્રકરણમાં આર્યન ખાનને બોમ્બે હાઈ કોર્ટ તરફથી રાહત મળી છે. હાલ જામીન પર રહેલા આર્યનને મુંબઈની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ઓફિસમાં દર શુક્રવારે હાજર રહેવાની શરતમાં કોર્ટે રાહત આપી છે. આ પ્રકરણની તપાસ હવે દિલ્હી નાર્કોર્ટિક્સ કંટ્રોલ બ્યુરોની ઓફિસ પાસે છે. તેથી દર અઠવાડિયે એનસીબીની મુંબઈની ઓફિસમાં હાજરી લગાડવાની આવશ્યકતા નથી એવું હાઈ કોર્ટે કહ્યું હતું.
આર્યન ખાનને મુંબઈની ક્રુઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં અનેક શરતોને આધારે જામીન મળ્યા હતા. તેમાં રહેલી અમુક શરતોમાં છૂટ આપવી તો અમુકને શિથિલ કરવી એવી માંગણી કરતી અરજી આર્યને હાઈ કોર્ટમાં કરી હતી. તેના પર થયેલી સુનાવણીમાં આર્યને ખાનને રાહત મળી છે.
આ પ્રકરણની તપાસ હવે એનસીબીની દિલ્હીની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિવ ટીમ પાસેથી છે. તેથી હવે દર અઠવાડિયાના શુક્રવારના દિવસે મુંબઈની એનસીબીની ઓફિસમાં હાજરી પુરાવી આવશ્યકતા નથી એવું કોર્ટે કહ્યું હતું. આર્યનને તપાસ માટે બોલાવવું હોય તો એનસીબીએ તેને અગાઉ નોટિસ આપવી, તે પણ લગભગ 72 કલાક પહેલા નોટિસ આપવી એવો આદેશ પણ હાઈ કોર્ટે આપ્યો હતો.
હાઈકોર્ટે આર્યનને જામીન આપતા સમયે અલગ અલગ 13 શરતો રાખીને 28 ઓક્ટોબરના તેના જામીન મંજૂર કર્યા હતા. મુંબઈ બહાર જવું હોય તો આર્યનને પ્રવાસ અને મુંબઈ બહારના એડ્રેસની પૂરી વિગત એનસીબીને આપવાની રહેશે એવું સુધારિત આદેશમાં કહ્યું હતું.