News Continuous Bureau | Mumbai
રૂપાલી ગાંગુલી સ્ટારર સિરિયલ ‘અનુપમા’ના(Anupamaa) આગામી એપિસોડમાં દર્શકોને ઘણો મસાલો મળવાનો છે. રાખી દવે પણ પાછી આવી છે અને બા ને પણ અનુપમાના સાસરિયાઓ સામે બદલો લેવો છે. આવી સ્થિતિમાં, આગામી એપિસોડ ખરેખર ઘણા ટ્વિસ્ટથી(twist) ભરેલો થવાનો છે. દરમિયાન, શોના કલાકારોએ કિંજલના બેબી શાવરની તસવીરો (Kinjal baby shower photos viral)બતાવી છે. આશિષ મેહરોત્રા અને આશ્લેષા સાવંતે અનુપમાના સેટ પરથી કિંજલના બેબી શાવરની તસવીરો અને વીડિયો શેર કર્યા છે. આશિષ મેહરોત્રા ઇન્સ્ટાગ્રામ(Instagram) પર નિધિ શાહ સાથેની ઘણી તસવીરો શેર કરી છે. આ તસવીરો જોઈને લોકોએ તેમની એક ભૂલ પકડી લીધી છે.
આશિષ મેહરોત્રાએ નિધિ શાહ સાથેની નવી તસવીરો શેર કરતાની સાથે જ લોકોએ પોતાની પ્રતિક્રિયા પણ આપવાનું શરૂ કરી દીધું હતું. તે જ સમયે, ઘણા લોકોએ આશિષની ફરિયાદ (complaint)પણ શરૂ કરી હતી કે તેણે લાંબા સમય પછી કિંજલ સાથેની તસવીરો શેર કરી છે. હાલમાં કિંજલ અને તોશુની તસવીરો જોયા બાદ લોકો અનુપમાના નવા એપિસોડને(Anupama new episode) જોવા માટે ખૂબ જ ઉત્સુક છે.
બીજી બાજુ આશ્લેષા એ એક વીડિયો શેર કર્યો છે. સેટ પરથી સામે આવેલા વીડિયોમાં આશ્લેષા સાવંત (Ashlesha Sawant)એટલે કે બરખા ભાભી હરિયાણવી (Haryanvi song)ગીત પર ધૂમ મચાવતી જોવા મળે છે. આ વીડિયોમાં આશ્લેષા સાવંત સાથે રૂપાલી ગાંગુલી (Rupali Ganguly)પણ જોવા મળી રહી છે. અનુપમાના આગામી ટ્વિસ્ટની વાત કરીએ તો વાર્તા આશ્લેષા સાવંતની આસપાસ ફરવા જઈ રહી છે. એક તરફ બા બધાની સામે બરખાનું અપમાન કરશે. બીજી તરફ, બરખા પણ તેની આગામી ચાલ રમશે . તે રાખી દવે સામે કિંજલ સાથે બનેલી ઘટનાનો ઉલ્લેખ કરશે અને ત્યાર બાદ શાહ હાઉસમાં (Shah house)ભારે તમાશો જોવા મળશે.