News Continuous Bureau | Mumbai
સલમાન ખાનv(Salman Khan) ઘણીવાર તેની ફિલ્મ 'કભી ઈદ કભી દિવાળી' ( kabhi eid kabhi diwali) ને લઈને ચર્ચામાં રહે છે. આ ફિલ્મ આ વર્ષે 30 ડિસેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મમાં સાઉથ એક્ટ્રેસ પૂજા હેગડે (pooja hegde) સલમાન ખાન સાથે રોમાન્સ કરતી જોવા મળશે. આ સિવાય શ્રેયસ તલપડે (shreyas talpade) અને અરશદ વારસી (Arshad warsi) જેવા કલાકારો પણ ફિલ્મમાં છે. પરંતુ હવે લેટેસ્ટ અપડેટ મુજબ આ ફિલ્મમાંથી આ બંને એક્ટર્સનું પત્તું કપાઈ ગયું છે. તેની જગ્યાએ સલમાન ખાનના જીજાજી આયુષ શર્મા (Aayush sharma)અને ઝહીર ઈકબાલને (Zahir iqbaal) ફિલ્મમાં એન્ટ્રી કરવામાં આવી છે. આ બંને કલાકારો અગાઉ પણ આ ફિલ્મનો ભાગ હતા પરંતુ બાદમાં તેમનો રોલ ઘણો નાનો હોવાથી અલગ થઈ ગયા હતા. આ બીજી વખત હશે જ્યારે સલમાન અને આયુષ ફરી સાથે જોવા મળશે. બંને છેલ્લે ફિલ્મ ‘અંતિમ’ માં જોવા મળ્યા હતા.
એક ન્યૂઝ પોર્ટલ ના અહેવાલ મુજબ, સૂત્રએ જણાવ્યું હતું કે, “સલમાન ખાને (Salman Khan) શ્રેયસ તલપડે અને અરશદ વારસીની જગ્યાએ આયુષ શર્મા અને ઝહીર ઈકબાલને કભી ઈદ કભી દિવાળી માટે લીધા છે. આયુષ શર્મા અને ઝહીર ઈકબાલ હવે સલમાન ખાન સાથે ફરહાદ સામજીની ફિલ્મમાં તેના ભાઈની ભૂમિકા ભજવશે. જ્યારે પૂજા હેગડે (pooja hegde) સલમાનની ગર્લફ્રેન્ડનું પાત્ર ભજવે છે, જ્યારે સાઉથ સુપરસ્ટાર વેંકટેશ (venktesh) મુખ્ય ભૂમિકામાં જોવા મળશે."સૂત્રે વધુમાં ઉમેર્યું હતું કે, "અગાઉ આયુષે ફિલ્મ છોડી દીધી હતી કારણ કે ભૂમિકા 'અંતિમ' જેટલી મોટી ન હતી. પરંતુ તે પછી, તેણે ફરીથી તેનો ભાગ બનવાની આતુરતા દર્શાવી છે.” આ ફિલ્મમાં બોલિવૂડ અને દક્ષિણ બંનેના કલાકારો જોવા મળશે.
આ સમાચાર પણ વાંચો: અર્જુન, જ્હાન્વી અને ખુશી બાદ હવે બોની કપૂર પરિવાર ના આ સદસ્ય ની બોલિવૂડમાં એન્ટ્રી માટે કરી રહ્યા છે પ્લાનિંગ
સલમાન ખાન (Salman Khan)ના વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો તે આ ફિલ્મ સિવાય ‘ટાઇગર 3’ (tiger-3)માં પણ જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે 21 એપ્રિલ 2023ના રોજ રિલીઝ થશે. ફિલ્મમાં શાહરૂખ ખાન પણ કેમિયો કરશે. તેથી જ ચાહકો પણ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.