ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 ઑગસ્ટ, 2021
શુક્રવાર
બચ્ચન પરિવાર બૉલિવુડમાં અલગ સ્ટેટસ ધરાવે છે. લાખો લોકો બિગ બી એટલે કે અમિતાભ બચ્ચનના અભિનયના દીવાના છે, જ્યારે તેમના પુત્ર અભિષેક બચ્ચને પણ ફિલ્મોમાં પોતાની છાપ છોડી છે. અભિષેક બચ્ચનની તાજેતરમાં રિલીઝ થયેલી 'બિગ બુલ' મોટી હિટ બની, લોકોને ફિલ્મમાં અભિષેકની ઍક્ટિંગ ગમી. હાલમાં, જુનિયર બચ્ચન વિશે જે સમાચાર આવી રહ્યા છે એ તમને આશ્ચર્યચકિત કરી શકે છે.
‘શેરશાહ’ જોઈને 'હર દિલ માંગેગા મૉર' શહીદ કૅપ્ટન વિક્રમ બત્રાને યાદ કરતાં આંસુ રોકાશે નહીં
મીડિયા રિપૉર્ટ અનુસાર અભિષેકે મુંબઈમાં પોતાનું ઍપાર્ટમેન્ટ વેચી દીધું છે. આ સમાચાર મીડિયામાં છવાયેલા છે. અભિનેતાએ આ ઍપાર્ટમેન્ટ 45.75 કરોડમાં વેચ્યું છે. અભિષેકનું આ ઍપાર્ટમેન્ટ મુંબઈના વર્લી વિસ્તારમાં વૈભવી ઑબેરૉય 360 વેસ્ટ ટાવર્સના 37મા માળે હતું. જણાવી દઈએ કે અભિષેક તેની પત્ની ઐશ્વર્યા રાય બચ્ચન અને પુત્રી આરાધ્યા બચ્ચન સાથે મુંબઈમાં તેના પરિવાર સાથે રહે છે. જે બંગલામાં આખો બચ્ચન પરિવાર રહે છે એનું નામ ‘જલસા’ છે. અભિષેકે જે ઍપાર્ટમેન્ટ વેચ્યું હતું એમાં અક્ષયકુમાર અને શાહિદ કપૂર તેના પાડોશી હતા. અક્ષય અને શાહિદના ઍપાર્ટમેન્ટ પણ એ જ બિલ્ડિંગમાં છે. માહિતી અનુસાર, અભિષેકનો આ ફ્લૅટ 7,527 સ્ક્વેર ફૂટનો છે, જે તેણે વર્ષ 2014માં 41 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.