News Continuous Bureau | Mumbai
બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન તેની આગામી ફિલ્મ ‘દસવી’ ને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે. થોડા સમય પહેલા જ અભિષેકનો લુક સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો, જ્યારે હવે ‘દસવી’ નું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું છે.ટીઝરમાં અભિષેક હરિયાણવી લહેજા માં વાત કરતો જોવા મળે છે અને સાથે જ ફિલ્મની વાર્તા પણ લગભગ જાહેર થઈ ગઈ છે. દર્શકો ‘દસવી’ ના ટીઝરને પસંદ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.
ટીઝરમાં, અભિષેક બચ્ચન હરિયાણવી ઉચ્ચારમાં બોલે છે, 'ઓ ગુનેગારો જડા સોર ના કરીયો ઇબ સે, મેં દસવી કી તૈયારી કર રિયા હું. જેલ સે દસવી કરના ઇઝ માય રાઈટ ટુ એડયુકેશન’ . તે જ સમયે, ટીઝર જોઈને સમજાય છે કે અભિષેક બચ્ચન જેલમાં છે અને તે જેલમાંથી જ 10મું ભણવા માંગે છે. આ ટીઝરને દર્શકોનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે ફિલ્મ જોવા માટે દર્શકોએ સિનેમા હોલમાં જવાની જરૂર નહિ પડે , કારણ કે આ ફિલ્મ માત્ર OTT પર જ રિલીઝ થઈ રહી છે. તે જ સમયે, દર્શકો આ ફિલ્મને એક નહીં પરંતુ બે OTT પ્લેટફોર્મ પર જોઈ શકશે. નોંધનીય છે કે દસવી 7મી એપ્રિલે Jio સિનેમા અને Netflix પર રિલીઝ થશે. તુષાર જલોટા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં અભિષેક બચ્ચન સાથે યામી ગૌતમ અને નિમરત કૌર જોવા મળશે.