ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,18 જાન્યુઆરી 2022
મંગળવાર
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સાઉથ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર એક્ટર ધનુષ અને તેની પત્ની ઐશ્વર્યા કાયમ માટે અલગ થઈ રહ્યા છે અને આ અંગે ધનુષ અને ઐશ્વર્યાએ સોશિયલ મીડિયા પર એક નોટ શેર કરી છે. બંનેએ એક-એક નોટ શેર કરી છે, જેમાં લગભગ સમાન વસ્તુઓ લખવામાં આવી છે.
ટ્વીટર પર તેની નોંધ શેર કરતા ધનુષે લખ્યું, '18 વર્ષ એક મિત્ર તરીકે, એક દંપતી તરીકે, માતાપિતા તરીકે અને એકબીજાના શુભચિંતક તરીકે સાથે રહ્યા. તે સમજણ, વૃદ્ધિ, ગોઠવણ અને અનુકૂલનની સફર રહી છે. આજે અમે એવા સ્થાને ઉભા છીએ જ્યાં આપણા રસ્તા અલગ છે.ઐશ્વર્યા અને મેં એક દંપતી તરીકે અલગ થવાનું નક્કી કર્યું છે અને પોતાને વધુ સારી રીતે સમજવા માટે સમય કાઢ્યો છે. અમારા નિર્ણયનો આદર કરો અને તેની સાથે વ્યવહાર કરવા માટે અમને જરૂરી ગોપનીયતા આપો. ઓમ નમઃ શિવાય!' આ નોટની સાથે ધનુષે હાથ મિલાવવાનું ઈમોજી પણ મૂક્યું છે.ધનુષે 18 નવેમ્બર 2004ના રોજ અભિનેતા રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા રજનીકાંત સાથે ખૂબ ધામધૂમથી લગ્ન કર્યા. જ્યારે ધનુષે લગ્ન કર્યા ત્યારે તે માત્ર 23 વર્ષનો હતો. બંનેની પહેલી મુલાકાત વર્ષ 2003માં એક ફિલ્મના સેટ પર થઈ હતી. ધનુષ અને ઐશ્વર્યાને યાત્રા અને લિંગા નામના બે બાળકો છે.
બિગ બોસ 15 માં આવશે નવો ટ્વિસ્ટ , શોમાં થઈ આ એક્સ કન્ટેસ્ટન્ટ ની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી; જાણો વિગત
ધનુષના કરિયરની વાત કરીએ તો, અભિનેતાએ વર્ષ 2002માં રિલીઝ થયેલી ફિલ્મ 'થુલ્લુવધો ઇલામાઈ'થી તેની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં ધનુષના કામને દર્શકોએ ખૂબ પસંદ કર્યું, જેના કારણે તે પોતાની પહેલી ફિલ્મથી જ ચાહકોમાં ફેમસ થઈ ગયો. તે પછી તેણે ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું. ધનુષે અત્યાર સુધી 50 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.ધનુષ બોલિવૂડમાં પણ પોતાનું નસીબ અજમાવી ચૂક્યો છે. તે વર્ષ 2013માં આવેલી ફિલ્મ 'રાંઝના'માં જોવા મળ્યો હતો. હાલમાં જ તેની ફિલ્મ 'અતરંગી રે' રીલિઝ થઈ છે. આ ફિલ્મમાં તે સારા અલી ખાન અને અક્ષય કુમાર સાથે જોવા મળ્યો છે. ફિલ્મમાં ધનુષના કામને સારો પ્રતિસાદ મળ્યો હતો.