ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૮ મે 2021
શુક્રવાર
બૉલિવુડ અભિનેત્રી અદા શર્મા ભલે ફિલ્મોમાં ઓછી નજર આવતી હોય, પણ સોશિયલ મીડિયા પર તેની બોલ્ડનેસના કારણે તે ચર્ચામાં બની રહે છે. અદા શર્મા સોશિયલ મીડિયા પર ઍક્ટિવ રહે છે અને અવારનવાર તેના ફોટોસ અને વીડિયોઝ શૅર કરતી રહે છે.
તાજેતરમાં અદા શર્માએ તેના કેટલાક બોલ્ડ ફોટા પોસ્ટ કર્યા છે. આ ફોટોસમાં અભિનેત્રી લેપર્ડ પ્રિંટ મોનોકનીમાં નજર આવી રહી છે. અદાના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે અને ફેન્સ તેના ફોટોસને ખૂબ પસંદ કરી રહ્યા છે.
કામની વાત કરીએ તો અદાએ વર્ષ ૨૦૦૮માં હોરર ફિલ્મ ‘૧૯૨૦’ થી બૉલિવુડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મ ઘણી હિટ સાબિત થઈ. આ પછી અભિનેત્રી સિદ્ધાર્થ મલ્હોત્રા અને પરિણીતી ચોપડાની સાથે ફિલ્મ ‘હંસી તો ફંસી’માં જોવા મળી હતી.
આ સિવાય અદા શર્મા ફિલ્મ કમાન્ડોમાં પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી..
ફિલ્મ ઉદ્યોગના નિર્દેશક અનુરાગ કશ્યપને હાર્ટ ઍટૅક આવતાં તરત કરવી પડી સર્જરી, જાણો હવે કેવી છે હાલત