News Continuous Bureau | Mumbai
થોડા સમય પહેલાં જ ચર્ચા હતી કે સિરિયલમાં તારક મહેતાનો(Tarak Mehta role) રોલ પ્લે કરતાં શૈલેષ લોઢા આ શોમાં જાેવા મળશે નહીં. જાેકે હજી સુધી પ્રોડ્યુસર કે એક્ટરે આ અંગે કંઈ જ કહ્યું નહોતું. રિપોર્ટના અનુસાર, હવે એવી વાત સામે આવી છે કે સિરિયલમાં તારક મહેતાના રોલમાં શૈલેષ લોઢા(Shailesh Lodha) હવે ક્યારેય જાેવા મળશે નહીં. જાે કે એપિસોડના અંતમાં આવતા પોતાના મોનોલોગ માટે તે અત્યારે પણ શૂટ કરી રહ્યો છે. ટીવી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લાં ૧૪ વર્ષથી ચાહકોનું મનોરંજન કરી રહી છે. પ્રોડ્યુસર અસિત મોદીએ(Asit Modi)સિરિયલના કલાકારો માટે એક નિયમ રાખ્યો છે. આ નિયમ હવે કલાકારોને અકળાવી રહ્યો છે. આ જ નિયમને (rule)કારણે સિરિયલના બે કલાકારે શો છોડી દીધો છે.
કોન્ટ્રાક્ટના(contract) હિસાબથી ‘તારક મહેકા કા ઉલ્ટા ચશ્મા’ના એક્ટર્સ જ્યાં સુધી શો કરી રહ્યા છે તેઓ કોઈ બીજું કામ નહીં કરી શકે, પછી ભલે મહિનાના ૧૭ દિવસ ખાલી કેમ ના બેસી રહેવું પડે. આ કારણે ઘણા એક્ટર્સ શોથી ખુશ (happy)નહોતા અને કેટલાકે શો છોડી દીધો. મહિનામાં શૈલેષ લોઢાને ૧૫ દિવસથી વધુ દિવસ સેટ પર બોલાવતા નથી, આથી જ શૈલેષ લોઢાએ બાકીના સમયમાં અન્ય પ્લેટફોર્મ(another platform) પર આવતાં કવિતા બેઝ (poem based show)શોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. અસિત મોદીએ શૈલેષ લોઢાને વિનંતી કરી હતી કે તે કોન્ટ્રેક્ટ તોડીને બીજા શોમાં કામ કરી શકે નહીં. તે આ રીતની પરવાનગી નહિ આપી શકે. જાે તે એકને મંજૂરી આપશે તો બાકીના કલાકારો પણ કોન્ટ્રેક્ટ તોડશે.
આ સમાચાર પણ વાંચો : તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની આ અભિનેત્રી બાળપણમાં લાગતી હતી ક્યૂટ-તસવીર જોઈને તમે ઓળખી નહીં શકો
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ કોન્ટ્રાક્ટે એવા ઘણા એક્ટર્સ માટે મુશ્કેલી ઉભી કરી દીધી છે, જે શો પછી બાકીના સમયમાં ખાલી નથી બેસવા માગતા. રિપોર્ટ એવું પણ કહેવામાં આવ્યું છે કે, ટપુની ભૂમિકા કરનાર રાજ અનડકટે(Raj Anadkat) પણ આ જ કારણે શો છોડ્યો. તેણે પણ ‘તારક મહેકા કા ઉલ્ટા ચશ્મા’ (TMKOC)સિવાય સાથે બીજા પ્રોજેક્ટ્સ(another project) કરવાની માગણી કરી હતી, પરંતુ તેની વિનંતીને નકારી કાઢવામાં આવી. આ જ કારણ છે કે તે હવે એક મ્યુઝિક વીડિયો (Music video)કરી રહ્યો છે અને કદાચ ટૂંક સમયમાં ફિલ્મોમાં(film) પણ જાેવા મળશે. રાજને પણ શોમાં પરત લાવવાના પ્રયાસો થયા હતા, પરંતુ એ પ્રયાસો કામ લાગ્યા નહીં.