ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 20 ડિસેમ્બર 2021
સોમવાર.
પનામા પેપર્સ કેસમાં ઐશ્વર્યાને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) તરફથી નોટિસ મળી છે.
ઈડીની નોટિસ બાદ બોલીવુડ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન ઈડી સમક્ષ હાજર થઈ છે. ઈડીએ એશ્વર્યાની પૂછપરછ શરુ કરી છે.
કરચોરી સાથે જોડાયેલા આ મામલામાં ઐશ્વર્યા રાય પાસેથી કેટલાક પ્રશ્નોના જવાબ મેળવવાના છે. જેની યાદી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ તૈયાર કરી દીધી છે.
કહેવામાં આવી રહ્યું છે કે પનામા પેપર્સ લીક કેસમાં બોલીવુડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનું પણ નામ હોવાથી ઈડી ટૂંક સમયમાં તેમને નોટીસ પાઠવીને પૂછપરછ માટે બોલાવશે.
ઉલ્લેખનીય છે કે ઇન્ટરનેશનલ કન્સોર્ટિયમ ઓફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ્સે 1.2 મિલિયનથી વધુ નવા દસ્તાવેજોની તપાસ કરી હતી.
1977 થી 2015 સુધી વિશ્વના 193 દેશો સાથે સંકળાયેલી હસ્તીઓના નામ તેમાં સામેલ હતા. ભારતના બચ્ચન પરિવારનું નામ પણ સામેલ હતું.