ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 01 ફેબ્રુઆરી 2022
મંગળવાર
ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનની પ્રિય પુત્રી આરાધ્યા બચ્ચનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો 26 જાન્યુઆરીના ગણતંત્ર દિવસનો જણાવવામાં આવી રહ્યો છે, જેમાં તે દેશ ભક્તિ ગીત 'સારે જહાં સે અચ્છા અને વંદે માતરમ' પર પરફોર્મ કરતી જોવા મળી રહી છે.તેના અભિનયથી લોકોનું દિલ જીતી લીધું છે અને લોકો તેના જોરદાર વખાણ કરી રહ્યા છે. કેટલાક આરાધ્યાની સાદગીના વખાણ કરી રહ્યા છે તો કેટલાક તેની સરખામણી કોરિયન સેલિબ્રિટી પોપ સ્ટાર લિસા બ્લેકપિંક (લાલિસા મોરાલે) સાથે કરી રહ્યા છે.
આરાધ્યાનો આ વીડિયો તેના એક ફેન પેજ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં આરાધ્યાએ સફેદ કુર્તો અને નારંગી દુપટ્ટો પહેર્યો છે. બેકગ્રાઉન્ડમાં 'મા તુઝે સલામ' સંભળાય છે. એશ અને અભિના ફેન્સને પણ આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ખાસ વાત એ છે કે આરાધ્યાનો આ વીડિયો જોયા બાદ મોટાભાગના લોકો આ જ વાત કહી રહ્યા છે.આરાધ્યાની હેરસ્ટાઈલ અને તેનો લુક જોયા બાદ ચાહકો તેના જોરદાર વખાણ કરી રહ્યા છે અને તેને કોરિયન પોપ સ્ટાર લિસાનો લુક ગણાવી રહ્યા છે. એક યૂઝરે કોમેન્ટ સેક્શનમાં લખ્યું હતું કે 'Lisaની કાર્બન કોપી'. ત્યારપછી અન્ય એક યુઝરે લખ્યું, 'તેણે તેના જીવનમાં એકવાર લિસાને મળવું જોઈએ… લોકો કહે છે કે દુનિયામાં 7 ચહેરા એવા હોય છે કે જે એક સરખા હોય છે.'
તમને જણાવી દઈએ કે લિસા ઓલ-ગર્લ કે-પૉપ ગ્રુપ બ્લેકપિંકની સભ્ય છે. લિસાના પોપ ગીતોની સાથે તેના લુક્સ પણ ખૂબ જ લોકપ્રિય છે. વર્ષ 2021માં આવેલા તેના સોલો આલ્બમને લોકોએ ખૂબ પસંદ કર્યું હતું. દક્ષિણ કોરિયાના દર્શકો લિસાના દિવાના છે.તો બીજી તરફ, આરાધ્યા બચ્ચન બાકીના સ્ટારકિડ્સની સરખામણીમાં ખૂબ જ લોકપ્રિય છે. તાજેતરમાં, તે ઐશ્વર્યા, અભિષેક સાથે વિદેશથી પરત ફરતી વખતે પાપારાઝી દ્વારા એરપોર્ટ પર જોવા મળી હતી. જે બાદ કેટલાક લોકોએ આરાધ્યાના વોક માટે તેને ટ્રોલ પણ કરી હતી.