Site icon News Continuous Bureau | Mumbai

બાયકોટ બોલિવૂડ ટ્રેન્ડને લઈને અક્ષય કુમારે તોડી ચુપ્પી-સાઉથ ફિલ્મોને લઇને કહી આ મોટી વાત

News Continuous Bureau | Mumbai

કોરોના કાળ(Corona period) પછી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીને(Bollywood industry) ઘણું નુકસાન થયું છે. અવાર-નવાર કોઈપણ ફિલ્મ અથવા કલાકારને સોશિયલ મીડિયા(social media) પર બાયકોટ(Boycott) કરવામાં આવે છે. એટલું જ નહીં ઘણી વખત તો આખી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીને બાયકોટ કરવાની મુહિમ ચલાવવામાં આવે છે. આ મામલે રક્ષાબંધન(Rakshabandhan) સ્ટારર અક્ષય કુમારએ(Akshay Kumar) મૌન તોડ્યું છે. આ દરમિયાન બાયકોટ ટ્રેન્ડના(Boycott trend) કારણે ઈન્ડસ્ટ્રીને થતા નુકસાન વિશે ચર્ચા કરી છે.

Join Our WhatsApp Channel

તાજેતરમાં રિલીઝ થયેલી અક્ષય કુમારની ફિલ્મ રક્ષાબંધન પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિ્‌વટર પર બાયકોટ કરવામાં આવી. અક્ષયની ફિલ્મ રિલીઝના ત્રણ દિવસમાં પણ કમાણી કરી શકી નથી. તાજેતરમાં હિન્દુસ્તાન ટાઈમ્સને(Hindustan Times) આપેલા ઈન્ટરવ્યુમાં અક્ષયે આ મામલે પોતાનો અભિપ્રાય આપ્યો છે. અક્ષય કુમારે જણાવ્યું કે- ફિલ્મને બાયકોટ કરવાની હરકત લોકો દ્વારા કરવામાં આવે છે, મારી વિનંતી છે કે તે લોકો આવું ન કરે. એક ફિલ્મ બનાવવા માટે ઘણા લોકોની મહેનત અને પૈસા લાગે છે. 

આ સમાચાર પણ વાંચો : આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાને બોયકોટની માગણીની અસર બોક્સ ઓફિસ પર થઇ- અભિનેતા સરી પડ્યો આઘાતમાં

આવી સ્થિતિમાં આ બહિષ્કાર મુહિમથી મોટું નુકસાન થાય છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના(Film industry) નુકસાનની સાથે સાથે તેનાથી દેશની અર્થવ્યવસ્થા(Economy of the country) પર પણ અસર પડે છે. તેનાથી દેશની ઈકોનોમીને ભારે નુકસાન થાય છે. તેના દ્વારા ક્યાંક ને ક્યાંક આપણે પોતાને પણ નુકસાન પહોંચાડી રહ્યા છીએ. મને વિશ્વાસ છે કે આવું કરનારા લોકોને ટૂંક સમયમાં અહેસાસ થશે. બોલિવૂડ બાયકોટ(Boycott Bollywood) સિવાય અક્ષય કુમારે સાઉથ સિનેમાની(South cinema) હિટ ફિલ્મો વિશે પણ ચર્ચા કરી છે. અક્ષયે જણાવ્યું કે, ફિલ્મ હિટ ત્યારે થાય છે, જ્યારે તે સારી બને છે. તેમાં એ કહેવું ખોટું છે કે તે સાઉથ ઈન્ડસ્ટ્રીની(South Industry) ફિલ્મ હતી એટલે ચાલી. ફિલ્મ પોતાના સારા પ્રદર્શનના કારણે ચાલે છે. બાયકોટના કારણે અક્ષય કુમારની રક્ષાબંધન બોક્સ ઓફિસ(box office) પર સારી કમાણી ન કરી શકી.

Lord Vishnu in Ramayana Movie – ન સૌરભ રાજ જૈન, ન મહેશ બાબુ… તો કોણ છે ‘રામાયણ’ ના ભગવાન વિષ્ણુ? રણબીર કપૂરની ફિલ્મમાં છવાયો પડદા પાછળનો જાદુગર
 SS Rajamouli Varanasi Movie Formats – એસ.એસ. રાજામૌલી ની ‘વારાણસી’ ૧૮ અલગ-અલગ ફોર્મેટમાં થશે રિલીઝ, મહેશ બાબુ ભજવશે મુખ્ય ભૂમિકા
AR Rahman On Ramayana – ‘રાવણ તાંડવ’ માટે 13 વર્ઝન અને 12 ફિલ્મોનો ત્યાગ! ‘રામાયણ’ પર એ.આર. રહેમાનનો મોટો ખુલાસો 
 Manoj Bajpayee Dhurandhar Remark – બોલીવુડમાં નવો વિવાદ? ‘ધુરંધર’ અને પ્રોપેગેન્ડા ફિલ્મો પર મનોજ બાજપેયીનું નિવેદન વાયરલ, સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ
Exit mobile version