News Continuous Bureau | Mumbai
અક્ષય કુમાર બોલિવૂડના સૌથી વ્યસ્ત (Akshay Kumar)કલાકારોમાંથી એક છે. અક્ષય કુમારની એક વર્ષમાં ચાર-પાંચ ફિલ્મો રિલીઝ થાય છે. અક્ષય કુમાર વિશે ઘણી વખત એવા સમાચાર આવે છે કે તે બોલિવૂડમાં એક માત્ર એવો અભિનેતા છે જે સૌથી વધુ ટેક્સ ચૂકવે(taxpayer) છે. હવે આ સંદર્ભમાં સૌથી વધુ ટેક્સ ચૂકવવા બદલ આવકવેરા વિભાગ(Income tax department) દ્વારા અભિનેતાનું સન્માન કરવામાં આવ્યું છે.
અક્ષય કુમાર બોલિવૂડમાં સૌથી વધુ ટેક્સ ચૂકવનાર અભિનેતા છે. આવી સ્થિતિમાં તેમને આવકવેરા વિભાગ તરફથી સન્માન પત્ર આપવામાં આવ્યું છે. અભિનેતા અત્યારે દેશમાં નથી, તે લંડન (London)માં પોતાની આગામી શૂટિંગમાં વ્યસ્ત છે. તેથી તેમની ટીમે તેમના વતી આ એવોર્ડ(award) સ્વીકાર્યો છે. અભિનેતા છેલ્લા પાંચ વર્ષથી સૌથી વધુ ટેક્સ ભરનારાઓમાં (taxpayer)સામેલ છે.અક્ષય કુમાર હાલમાં જસવંત ગિલની બાયોપિક માટે ઈંગ્લેન્ડમાં (England)શૂટિંગ કરી રહ્યો છે અને આવતા અઠવાડિયે ભારત(India) પાછો આવી શકે છે. હાલમાં જ અક્ષય કરણ જોહરના શો 'કોફી વિથ કરણ'માં સાઉથ સ્ટાર સામંથા રૂથ પ્રભુ સાથે જોવા મળ્યો હતો. શોમાં અક્ષયે અંગત અને વ્યાવસાયિક જીવન વિશે વાત કરી હતી.
આ સમાચાર પણ વાંચો : નેશનલ ફિલ્મ એવોર્ડ 2022ની થઇ જાહેરાત- અજય દેવગણ અને આ અભિનેતાને મળ્યો બેસ્ટ એક્ટર એવોર્ડ- અહીં જાણો એક ક્લિકમાં સંપૂર્ણ યાદી
અક્ષય કુમારના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેની ફિલ્મ 'રક્ષા બંધન' (Raksha Bandhan)11 ઓગસ્ટે રિલીઝ માટે તૈયાર છે. આનંદ અલ રાય દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં અક્ષયની સાથે ભૂમિ પેડનેકર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય અક્ષય 'સેલ્ફી', 'રામ સેતુ', 'બડે મિયાં છોટે મિયાં' અને સાઉથ સ્ટાર સૂર્યા ની ફિલ્મ 'સૂરરાઈ પોત્રુ'ની હિન્દી રિમેકમાં જોવા મળશે.