News Continuous Bureau | Mumbai
બોલિવૂડના સૌથી મોટા લગ્નનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. રણબીર કપૂર-આલિયા ભટ્ટ 13 થી 17 એપ્રિલની વચ્ચે મુંબઈમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. જો કે લગ્ન સાથે જોડાયેલી વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. પરંતુ લગ્નને લગતું એક અપડેટ સામે આવ્યું છે. આ અપડેટ તેમના લગ્નમાં હાજર રહેલા મહેમાનો સાથે સંબંધિત છે. અહીં અમે તમને રણબીર-આલિયાના લગ્નમાં હાજરી આપનારા મહેમાનોના નામ જણાવી રહ્યા છીએ, જેમને લગ્ન માટે આમંત્રણ મોકલવામાં આવ્યું છે.
એક મીડિયા હાઉસ ના અહેવાલ મુજબ, સૂત્રોએ જણાવ્યું છે કે રણબીર કપૂર-આલિયા ભટ્ટના લગ્નમાં હાજરી આપવા માટે ડિરેક્ટર કરણ જોહર, સંજય લીલા ભણસાલી, ઝોયા અખ્તર, ડિઝાઈનર મસાબા ગુપ્તા, વરુણ ધવન અને તેનો ભાઈ રોહિત ધવન, અયાન મુખર્જી, અર્જુન કપૂર, મનીષ મલ્હોત્રા, આકાંક્ષા રંજન અને અનુષ્કા રંજનને આમંત્રિત કરવામાં આવ્યા છે. ચર્ચા છે કે આલિયાએ શાહરૂખ ખાનને પણ આમંત્રણ આપ્યું છે. શાહરૂખ અને આલિયાએ 'ડિયર જિંદગી'માં સાથે કામ કર્યું હતું.રિપોર્ટ અનુસાર, એ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે કરણ જોહર, અયાન મુખર્જી, મનીષ મલ્હોત્રા, અનુષ્કા રંજન અને તેની બહેન આકાંક્ષા રંજન રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નમાં ચોક્કસપણે હાજરી આપશે. આ બોલિવૂડ સેલિબ્રિટીઓ ઉપરાંત રણબીર અને આલિયાના મિત્રો અને પરિવારજનો પણ તેમના ખાસ દિવસનો ભાગ હશે.
આ સમાચાર પણ વાંચો : ભારતી સિંહ અને હર્ષ લીમ્બાચીયા બાદ હવે ટેલિવિઝન ના આ કપલ ના ઘરે પણ ગુંજી કિલકારી, નવરાત્રી માં તેમના ઘરે થયું માતાજી નું આગમન; જાણો વિગત
આ તો થઇ રણબીર અને આલિયા ના મિત્રો અને સેલેબ્સ ની લિસ્ટ આ ઉપરાંત તેમના ફેમિલી મેમ્બર્સ એટલે કે રણબીરની માતા નીતુ કપૂર, બહેન રિદ્ધિમા કપૂર સાહની, કરીના કપૂર ખાન, સૈફ અલી ખાન, કરિશ્મા કપૂર, મહેશ ભટ્ટ, મુકેશ ભટ્ટ અને સોની રાઝદાન બધા આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નમાં હાજરી આપશે. લગ્ન બાદ આલિયા-રણબીરે ગ્રાન્ડ રિસેપ્શન પાર્ટી આપવાનું નક્કી કર્યું છે. આ રિસેપ્શન મહિનાના અંતમાં થશે. રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, આદિત્ય ચોપરા, આદિત્ય રોય કપૂર, અયાન મુખર્જી, અર્જુન કપૂર, કરણ જોહર, શાહરૂખ ખાન સહિત અન્ય સેલેબ્સ પણ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના રિસેપ્શનમાં હાજરી આપશે.