News Continuous Bureau | Mumbai
બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને અભિનેત્રી આલિયા ભટ્ટના લગ્ન(Ranbir-Alia wedding) બાદથી આ સ્ટારના લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા(Social Media) પર ધૂમ મચાવી રહ્યા છે. રણબીર-આલિયાના(Ranbir-Alia) લગ્ન સાથે જોડાયેલા ઘણા ફૂટેજ અને સમાચાર ઇન્ટરનેટ(internet) પર સતત સામે આવી રહ્યા છે. લગ્નને બે દિવસ વીતી ગયા છે, પરંતુ તેમ છતાં બંનેના લગ્નનો ચાર્મ યથાવત છે. આ વચ્ચે હવે આ વેડિંગ સાથે જોડાયેલા વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે.
વાત એમ છે કે રણબીર અને આલિયાના(Ranbir-Alia) મેરેજ ફંક્શનમાં ચૂડા સેરેમનીનું(Chuda ceremony) આયોજન થવાનું હતું. પરંતુ બાદમાં આ સમારોહ રદ કરવામાં આવ્યો હતો અને આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું ન હતું. પંજાબી લગ્નમાં ચૂડા વિધિ (Chuda ceremony) ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, દરેક વ્યક્તિ આ વિધિની ગેરહાજરીનું કારણ જાણવા માટે ઉત્સુક છે. આનું કારણ તાજેતરમાં એક રિપોર્ટમાં સામે આવ્યું છે.એક મીડિયા રિપોર્ટ(media reports) અનુસાર, લગ્ન ની મહત્વપૂર્ણ વિધિ માની એક ચુડા વિધિ ના કરવાનું મોટું કારણ અભિનેત્રી નું હોલિવૂડ ડેબ્યુ છે. આ વિધિ કર્યા પછી, કન્યાએ લગભગ 40 દિવસથી એક વર્ષ સુધી ચૂડો પહેરેલો રાખવો પડે છે. અભિનેત્રી ટૂંક સમયમાં હોલીવુડમાં (Hollywood debut)ડેબ્યુ કરવા જઈ રહી છે. આવી સ્થિતિમાં, શૂટિંગ દરમિયાન ચુડા ને પહેરી રાખવો લગભગ અશક્ય છે.જેના કારણે દુલ્હન બનેલી અભિનેત્રી આલિયા ભટ્ટ રણબીર કપૂરના(Ranbir-Alia) પરિવારની આ વિધિ પૂરી કરી શકી નથી.
આ સમાચાર પણ વાંચો : શાહિદ કપૂરની ફિલ્મ 'જર્સી' ની રિલીઝ ડેટ કેમ આગળ વધારવામાં આવી, ફિલ્મ નિર્માતાએ આપ્યું સાચું કારણ
ઉલ્લેખનીય છે કે પ્રખ્યાત સ્ટાર કપલ રણબીર અને આલિયાએ (Ranbir-Alia)14 એપ્રિલે તેમના પરિવાર અને કેટલાક ખાસ મિત્રોની હાજરીમાં એકબીજા સાથે લગ્ન કર્યા હતા. ડેસ્ટિનેશન વેડિંગ(destination wedding) કે લક્ઝુરિયસ હોટલમાં લગ્ન કરવાને બદલે આ કપલે કપૂર પરિવારના ઘર વાસ્તુમાં ખૂબ જ સાદગીથી લગ્ન કર્યા.લગ્ન દરમિયાન રણબીર અને આલિયાએ સબ્યસાચી (Sabyasachi)દ્વારા ડિઝાઈન કરેલા પોશાક પહેર્યા હતા. લગ્ન પછી બધા આ કપલના ભવ્ય રિસેપ્શન ની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ, તાજેતરમાં નીતુ કપૂરે(Neetu kapoor) સ્પષ્ટ કર્યું હતું કે કોઈ રિસેપ્શન યોજવામાં આવશે નહીં.