ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 23 ફેબ્રુઆરી 2022
બુધવાર
આલિયા ભટ્ટની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી' 25 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ દ્વારા આલિયા પહેલીવાર સ્ક્રીન પર ડોનના રોલમાં જોવા મળશે અને તેથી જ ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે પરંતુ બોલિવૂડની પંગા ગર્લ એટલે કે કંગના રનૌતે આલિયાની આ કિલ્મ ની બુરાઈ કરી ચુકી છે.કંગના રનૌતે પોતાની એક પોસ્ટમાં કહ્યું હતું કે ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી' ધૂળમાં મળી જશે . એટલું જ નહીં, કંગનાએ એમ પણ કહ્યું હતું કે શુક્રવારે 200 કરોડ રૂપિયા ખાખ થઈ જશે. તે જ સમયે, આલિયા ભટ્ટે હવે કંગનાની આ વાતો પર પ્રતિક્રિયા આપી છે.
હાલમાં જ 'ગંગુબાઈ કાઠિયાવાડી'નું ગીત 'મેરી જાન' રિલીઝ થયું છે. આ ગીતના લોન્ચિંગ સમયે આલિયા ભટ્ટ કોલકાતા ગઈ હતી. જ્યાં કંગનાની વાતનો આલિયાએ જડબાતોડ જવાબ આપ્યો છે. આ અવસર પર આલિયાએ ભગવદ ગીતામાંથી એક વાત કહી છે.આલિયા ભટ્ટે કંગના રનૌતને જવાબ આપતાં ભગવદ્ ગીતાનો એક શ્લોક ઉચ્ચાર્યો છે. તેમણે કહ્યું, 'ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે કંઈ ન કરવું હોય તો પણ ઘણી વખત કરવું પડે છે. હું એટલું જ કહેવા માંગુ છું. આ વાતમાં આલિયાએ કંગના રનૌતનું નામ લીધું ન હતું. પરંતુ હવે એવું માનવામાં આવે છે કે આલિયા ભટ્ટ કંગનાને તેના કામથી જવાબ આપવાની તૈયારી કરી રહી છે.
તમને જણાવી દઈએ કે કંગના રનૌતે તેની ઈન્સ્ટા સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે આલિયાનું નામ લીધા વિના લખ્યું હતું કે , 'આ શુક્રવારે બોક્સ ઓફિસ પર 200 કરોડ રૂપિયા બળીને રાખ થઈ જશે. પાપાની (મૂવી માફિયા ડેડી) પરી જેની પાસે બ્રિટિશ પાસપોર્ટ છે કેમ કે પાપા સાબિત કરવા માંગે છે કે રોમ કોમ બિમ્બો અભિનય કરી શકે છે.શુક્રવારે રિલીઝ થઈ રહેલી ફિલ્મની સૌથી મોટી ખામી આ ફિલ્મની કાસ્ટિંગ છે. આ ક્યારેય સુધરશે નહીં. તે આશ્ચર્યજનક નથી કે સ્ક્રીનો હવે હોલીવુડ અને દક્ષિણ તરફ વળી રહી છે.