News Continuous Bureau | Mumbai
આલિયા ભટ્ટ આ દિવસોમાં ખૂબ જ ખુશ છે અને એટલી બધી ખુશ છે કે તે આ ખુશીને પોતાના સુધી સીમિત કરી શકી નહીં અને તેને દરેક સાથે શેર કરવાનું નક્કી કર્યું. જ્યારે આલિયાએ સોશિયલ મીડિયા (Alia Bhatt pregnancy)પર પ્રેગ્નન્સીના સમાચાર આપ્યા ત્યારે મોટાભાગના લોકો તેના પર વિશ્વાસ (trust)ન કરી શક્યા, અને આખરે આ સમાચારની પુષ્ટિ થઈ ગઈ. પરંતુ આ ખુશીના અવસર પર કોઈએ આલિયા ભટ્ટની પ્રેગ્નેન્સી વિશે કંઈક એવું કહ્યું કે આલિયા ગુસ્સે(angry)થઈ ગઈ અને પછી તેણે ખરી ખોટી કહેવામાં કોઈ કસર છોડી નહીં.
વાત એવી બની કે, આલિયાની પ્રેગ્નન્સીના સમાચારની પુષ્ટિ થયા પછી, મીડિયામાં વિવિધ પ્રકારના સમાચાર આવ્યા, જેમાંથી એક મીડિયા હાઉસે લખ્યું કે રણબીર આલિયાને (Ranbir kapoor pick up)લેવા માટે યુકે એટલે કે લંડન(London) જશે, જ્યાં તે હોલીવુડ પ્રોજેક્ટમાં (Hollywood project)વ્યસ્ત છે. આ વાંચીને જ આલિયાનું ભેજું ફર્યું. આ પોસ્ટ પર કમેન્ટ કરતાં (comment)આલિયાએ ગુસ્સામાં લખ્યું- “અમે હજુ પણ એવા કેટલાક લોકો વચ્ચે રહીએ છીએ જેમના મનમાં પિતૃસત્તાક વિચાર પણ છે. કશું ડીલે થયું નથી,કોઈને ઉપાડવાની જરૂર નથી. હું એક સ્ત્રી છું, પાર્સલ(parcel) નથી. મને આરામની બિલકુલ જરૂર નથી, પણ એ જાણીને સારું લાગ્યું કે તમારી પાસે ડૉક્ટરનું પ્રમાણપત્ર પણ છે. આ 2022 છે, કૃપા કરીને આ જૂના જમાનાની વિચારસરણી થી બહાર નીકળો.”
આ સમાચાર પણ વાંચો : હોરર ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યૂ કરી રહી છે બાલિકા વધૂ ફેમ અવિકા ગોર-પોતાના રોલ વિશે કહી આ વાત
આ પહેલા આલિયાએ રણબીર સાથેનો ફોટો શેર કરીને અભિનંદન પાઠવનારા દરેકનો આભાર(thank you) માન્યો હતો. તેણે લખ્યું, 'આટલો પ્રેમ મેળવીને હું અભિભૂત છું. દરેકના સંદેશા વાંચવાનો પ્રયત્ન કર્યો છે અને હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે તમારો પ્રેમ અને આશીર્વાદ આપો આ ખૂબ જ ખાસ છે. આપ સૌનો આભાર.'તમને જણાવી દઈએ કે, આલિયા ભટ્ટ થોડા સમય પહેલા હોલિવૂડ પ્રોજેક્ટના શૂટિંગ માટે વિદેશ (UK)જવા નીકળી હતી અને સોમવારે તેણે પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. તેથી તેના કામ ને લઈને વાતો શરૂ થઈ છે.