News Continuous Bureau | Mumbai
5 વર્ષ સુધી એકબીજા ને ડેટ કર્યા બાદ આખરે 14મી એપ્રિલે મહેશ ભટ્ટ- સોની રાઝદાન(Mahesh Bhatt-Soni Razdan) ની પુત્રી આલિયા ભટ્ટ અને ઋષિ કપૂર-નીતુ કપૂરના(Rishi-Nitu) પુત્ર રણબીર કપૂર લગ્નના બંધનમાં બંધાયા(Ranbir Alia wedding). હવે બંને ઓફિશિયલી પતિ-પત્ની(Husband-wife) બની ગયા છે. રણબીર-આલિયાના(Ranbir-Alia fans) ચાહકો આ દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને 14 એપ્રિલના (14 April)રોજ એ ક્ષણ આવી ગઈ જ્યારે આલિયા-રણબીરે સાત જન્મ માટે એકબીજાનો હાથ પકડી લીધો. પરંતુ શું તમે જાણો છો કે રણબીર અને આલિયાએ (Ranbir-Alia wedding)સાત ફેરા લઈને નહીં પણ માત્ર ચાર ફેરા લઈને એકસાથે સાત જિંદગી પૂરી કરવાનું વચન આપ્યું છે. તમને જાણીને જરૂર નવાઈ લાગશે કે આલિયા-રણબીરે લગ્નની(Ranbir-Alia wedding) પરંપરા બદલી અને સાત ફેરા નહીં પરંતુ માત્ર ચાર ફેરા લીધા. આલિયાના ભાઈ રાહુલ(Rahul Bhatt) ભટ્ટે એક ન્યૂઝ વેબસાઈટ ને આ વિશે માહિતી આપી છે, સાથે જ કપલના આમ કરવા પાછળનું કારણ પણ જણાવ્યું છે.
વેબસાઈટ સાથે વાત કરતા રાહુલ ભટ્ટે (Rahul Bhatt)કહ્યું, 'રણબીર-આલિયાએ તેમના લગ્નમાં(Ranbir-Alia wedding) 7 નહીં 4 ફેરા લીધા છે. તેમના લગ્નમાં એક ખાસ પંડિત(Pandit) હતા. આ પંડિતો ઘણા વર્ષોથી કપૂર પરિવાર સાથે છે. તેથી તેમણે દરેક ફેરાનું મહત્વ સમજાવ્યું. એક ધર્મ માટે થાય છે, એક બાળકો માટે થાય છે… તો આ બધું ખરેખર આકર્ષક હતું. હું એવા ઘરનો છું જ્યાં અનેક ધર્મના લોકો રહે છે. રેકોર્ડ માટે 7 ફેરા નહિ પરંતુ 4 ફેરા લેવામાં આવ્યા હતા અને હું ચારેય ફેરા દરમિયાન ત્યાં હતો.’
આ સમાચાર પણ વાંચો : 76 વર્ષ પહેલા રણબીર કપૂરના દાદાએ બનાવ્યું હતું 3000 સ્કવેર ફૂટ માં ફેલાયેલું આરકે હાઉસ, કુટુંબ ના આટલા લગ્નો નો સાક્ષી છે આ બંગલો; જાણો વિગત
તમને જાણવી દઈએ કે, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર લગ્નના (Ranbir-Alia wedding)બંધનમાં બંધાઈ ચુક્યા છે. આ લગ્ન સમારોહમાં માત્ર તેના નજીકના મિત્રો અને પરિવારના સભ્યો જ હાજર રહ્યા હતા. આ દરમિયાન કરીના કપૂર(Kareena kapoor), કરિશ્મા કપૂર(Karishma kapoor), પૂજા ભટ્ટ(pooja bhatt), આકાશ અંબાણી(Aakash Ambani) સહિત અનેક બોલિવૂડ સેલેબ્સ(bollywood celebs) હાજર રહ્યા હતા. આ સાથે લગ્ન દરમિયાન ઋષિ કપૂરને(Rishi kapoor) પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.