News Continuous Bureau | Mumbai
લોકઅપમાં (Lock-Upp) દર અઠવાડિયે નવા ટ્વિસ્ટ (twist) આવી રહ્યા છે. કંગના રનૌતના (kangana ranaut) શો લોકઅપમાં થઈ રહેલી વાઈલ્ડ કાર્ડ (wild card) એન્ટ્રીથી દર્શકોને ભરપૂર મનોરંજન મળી રહ્યું છે. આ સાથે જ કંગનાના શોને OTT પ્લેટફોર્મ પર ઘણા વ્યુઝ (views) મળી રહ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે થોડા દિવસ પહેલા એકતા કપૂર કંગનાના શોમાં જોવા મળી હતી અને તેણે જણાવ્યું કે આ શોને 300 મિલિયન વ્યૂઝ મળ્યા છે. જોકે, આ એપિસોડમાં 2 મોટા ટ્વિસ્ટ (twist) જોવા મળ્યા હતા. પહેલું એ કે અભિનેત્રી મંદાના કરીમીને (Mandana krimi) બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. બીજી તરફ, બીજો ટ્વિસ્ટ એ છે કે બિગ બોસના વિજેતા પ્રિન્સ નરુલાને (Prince Narula) શોમાં એન્ટ્રી કરવામાં આવી છે. હવે દર્શકો માટે વધુ એક સારા સમાચાર છે કારણ કે ટૂંક સમયમાં લોકઅપમાં નવો કેદી આવવાનો છે.
લોકઅપનો (Lock-Upp) આ નવો સ્પર્ધક બીજું કોઈ નહીં પણ ટીવી એક્ટર (TV actor) અલી ગોની (Aly goni)હશે! સૂત્રોના જણાવ્યા અનુસાર અલી ગોની (Aly goni) ટૂંક સમયમાં શોમાં એન્ટ્રી કરશે. જો કે તે સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવી નથી કે તે ચેલેન્જર સ્પર્ધક હશે કે જેલર તરીકે પ્રવેશ કરશે, તે હજુ સુધી જાણી શકાયું નથી. અલીને લોકઅપમાં (lock-upp) જોવો ખૂબ જ રસપ્રદ રહેશે.અલી ગોની એન્ટરટેઈનમેન્ટ વર્લ્ડનો લોકપ્રિય સ્ટાર છે. યે હૈ મોહબ્બતેં માં રોમીના અભિનયથી તે લોકપ્રિય થયો હતો. ત્યારબાદ તેને નચ બલિયે, બિગ બોસ 14 અને ખતરોં કે ખિલાડી જેવા રિયાલિટી શોમાં ભાગ લીધો હતો.
આ સમાચાર પણ વાંચો : 'બિગ બોસ ના વિજેતા ની થઈ 'લોક અપ'માં એન્ટ્રી, આ આરોપને કારણે બન્યો કંગના રનૌત ના શો નો કેદી
તમને જણાવી દઈએ કે, એકતા કપૂરનો (Ekta Kapoor) રિયાલિટી શો લોક અપ (lock-upp) એમએક્સ પ્લેયર (MX player) અને ઓલ્ટ બાલાજી(ALT Balaji) પર ટેલિકાસ્ટ થાય છે. જેમાં 17 સ્પર્ધકોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. તેમાંથી કેટલાક બહાર થઈ ગયા છે, કેટલાક નવા કેદીઓ પણ સતત શોમાં આવી રહ્યા છે અને મોટા ટ્વિસ્ટ આપી રહ્યા છે.