ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 જુલાઈ, 2021
શનિવાર
બૉલિવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન શનિવારથી તેમની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા જઈ રહ્યા છે. આ સમાચાર ખુદ અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર પોતાના ચાહકો સાથે શૅર કર્યા છે. તેમણે કહ્યું છે કે તે શનિવારથી તેમની નવી ફિલ્મનું શૂટિંગ કરવા જઈ રહ્યા છે. અભિનેતાએ આ ફિલ્મના શૂટિંગ અંગે માહિતી આપતાં જણાવ્યું નથી કે કઈ ફિલ્મના શૂટિંગ માટે જઈ રહ્યા છે. એક સમાચાર અનુસાર અમિતાભ બચ્ચન તેમની આગામી ફિલ્મના શૂટિંગ માટે હૈદરાબાદ ગયા છે. બિગ બી ત્યાં નાગ અશ્વિન ના નિર્દેશનમાં બનનારી તેમની આગામી ફિલ્મ માટે પહોંચ્યા છે. અહેવાલ છે કે અભિનેતા આ ફિલ્મમાં પ્રભાસ અને દીપિકા પદુકોણ સાથે જોવા મળશે. જ્યાં આ ફિલ્મનું મુહૂર્ત શૉર્ટ શૂટ યોજાનાર છે. કલાકારો અહીં 6થી 7 દિવસ માટે શૂટિંગ કરવાના છે.આ ફિલ્મના મુહૂર્તમાં પ્રભાસ પણ જોવા મળશે. પ્રભાસ અને અમિતાભ બચ્ચન આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાના છે. જ્યાં આગામી શેડ્યુલમાં દીપિકા પાદુકોણ આ ફિલ્મના શૂટિંગનો હિસ્સો બનીને આપણને જોવા મળશે.
‘ધ ફૅમિલી મૅન’ની ‘સૂચિ’નાં લગ્ન રીલ લાઇફની જેમ રિયલ લાઇફમાં પણ ભંગાણ ના આરે? જાણો વિગત
ફિલ્મના નિર્માતાઓએ હજી સુધી આ ફિલ્મનું કોઈ નામ ફાઇનલ કર્યું નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ ભારતની સૌથી મોટી ફિલ્મ સાબિત થવા જઈ રહી છે. જ્યાં આ ફિલ્મની વાર્તા દ્વારા આપણને ભવિષ્યમાં થનારું ત્રીજું વિશ્વ યુદ્ધ બતાવવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ ભારતની સાથે સાથે ઘણા અન્ય દેશોમાં ડબ કરીને રજૂ કરવામાં આવશે.