News Continuous Bureau | Mumbai
ગુજરાતી સિનેમા (Gujarati cinema)પ્રેમીઓ આશ્ચર્યચકિત થઇ જશે કે તેઓ ટૂંક સમયમાં જ બોલિવૂડના મેગાસ્ટાર (Bollywood megastar)એવા કે અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)કે જેઓ આગામી ગુજરાતી કોમેડી ફિલ્મ(Gujarati comedy film) 'ફક્ત મહિલા માટે' (Fakt Mahilao Mate)માં ગુજરાતીના ભૂમિકામાં ભાગ ભજવતા જોવા મળવાના છે. આ ફિલ્મનું નિર્દેશન જય બોદાસ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં દિક્ષા જોષી, યશ સોની, ભાવિની જાની અને પ્રશાંત બારોટ જેવા કલાકારો છે. ફિલ્મનાં કલાકારો દ્વારા અમિતાભ બચ્ચન સાથે તસવીર તેમનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવી છે.
બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન લગભગ ૧૭૫ હિન્દી ફિલ્મો(Hindi films)માં અભિનય કર્યા બાદ ગુજરાતી સિનેમામાં પદાર્પણ કરવા માટે તૈયાર છે. તે 'ફક્ત મહિલા માટે' ફિલ્મમાં એક ગુજરાતી વ્યક્તિની ભૂમિકા ભજવતા જોવા મળશે. તેમની તાજેતરની વાતચીત દરમિયાન આનંદ પંડિતે(Anand Pandit) તે સમયને યાદ કર્યો, જ્યારે તેમણે તેમની સ્ક્રિપ્ટ સાથે સુપરસ્ટારનો સંપર્ક કર્યો હતો, જેના પર બિગ બીએ 'તત્કાલ' હા પાડી.
સમાચાર પણ વાંચો : બોલીવુડની પંગા કવિન કંગના રનૌતે લાલ ડ્રેસમાં કરાવ્યું ફોટોશૂટ, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના; જુઓ ફોટોગ્રાફ્સ
આનંદ પંડિતના જણાવ્યા અનુસાર, અમિતાભ બચ્ચન તેમના પ્રિય મિત્ર છે અને જ્યારે તેમણે સુપરસ્ટારને પૂછ્યું કે શું તેઓ તેમની મહિલા-કેન્દ્રિત ફિલ્મમાં ભૂમિકા ભજવશે, તો બિગ બીએ તરત જ તેમને હા પાડી. આનંદ પંડિતે જણાવ્યું, "મારા માટે વર્ષોથી મારા મિત્ર અને માર્ગદર્શક એવા અમિત જી વિના કોઈપણ પ્રોજેક્ટની કલ્પના કરવી મારા માટે મુશ્કેલ છે. તે જ ક્ષણે મેં તેમણે પુછ્યું કે શું તે 'ફકટ'માં એક ભૂમિકા ભજવશે. તેમણે સ્ક્રિપ્ટ(script) સાંભળવા કે એવું પણ જાણવા માટે કહ્યું નથી કે નિર્દેશક કોણ છે અને સેટ પર કોણ આવશે. આ પહેલીવાર છે જ્યારે અમિત જી કોઈ ગુજરાતી ફિલ્મ(Gujarati film)માં ગુજરાતીની ભૂમિકા ભજવી રહ્યા છે.
તે જ વાતચીત દરમિયાન આનંદ પંડિતે પીઢ કલાકારની પ્રશંસા કરી અને દાવો કર્યો કે તે હંમેશા સમયસર સેટ પર આવે છે. નિર્માતાએ જણાવ્યું હતું કે ભાષા પરિવર્તનથી કોઈ અવરોધ ઊભો થયો નથી. કારણ કે અભિનય તેની પાસે કુદરતી રીતે આવે છે. અમિતાભ બચ્ચને પણ તેમનો કેમિયો ફિલ્માવતી વખતે ફિલ્મની સ્ક્રિપ્ટ સાંભળી હતી અને તેનો ફની ટિ્વસ્ટ ગમ્યા હતા.
આનંદ પંડિતે કહ્યું, ગુજરાતીમાં તેમની સરળતા જાેઈને દરેકને આશ્ચર્ય થયું હતું પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે તેઓ ભાષાશાસ્ત્રી છે અને વિવિધ ભાષાઓની અંદર સરળતાથી સમજે છે. મને યાદ છે કે મેં તેમને 'લાવારિસ'માં જાેયા હતા જ્યાં તેમણે એક કોમેડી સીનમાં ઘણી ભાષાઓ બોલી હતી અને મને ઓછી ખબર પડતી હતી કે એક દિવસ તે કેમેરાનો સામનો કરશે. મારી પોતાની ગુજરાતી ફિલ્મ! હંમેશની જેમ, તેમણે તેની વ્યાવસાયિકતા અને કરિશ્માથી બધાને દંગ કરી દીધા."
સમાચાર પણ વાંચો : મોટા-મોટા કિંમતી હીરાના ઘરેણાં પહેરી દુલ્હન બની કપૂર ગર્લ, તલાકના 10 વર્ષ પછી બોયફ્રેન્ડ સાથે કર્યા બીજા લગ્ન.. જુઓ તસવીરો..
ઉલ્લેખનીય છે કે, અમિતાભ બચ્ચને સેટ પર પહોંચીને સ્ક્રિપ્ટ સાંભળી હતી અને તેઓ ખૂબ હસ્યા હતા. નિયત સમયે આવીને તેમણે સીન્સ પૂરા કર્યા હતા. તેમને ખૂબ સહજતાથી ગુજરાતી ડાયલોગ્સ બોલતા જાેઈને ઘણાંને નવાઈ લાગી હતી. આ ફિલ્મ ૧૯ ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ રિલિઝ થવાની છે. મેગાસ્ટાર અમિતાભ બચ્ચને અગાઉ ગુજરાતના ગીર અને કચ્છ સહિતના સ્થળ માટે ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે એડવર્ટાઈઝમેન્ટ કરી હતી અને તેમની અપીલના પગલે ટુરિઝમને વેગ મળ્યો હતો