News Continuous Bureau | Mumbai
સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને (Amitabh Bachchan) થોડા દિવસો પહેલા કોરોના સંક્રમિત થયા હતા. તેમને બીજી વખત કોરોના(corona) થયો છે. હાલ તેઓ ઘરે આરામ કરી રહ્યા છે. જો કે, આ દરમિયાન, તે સોશિયલ મીડિયા દ્વારા ચાહકો સાથે વાતચીત કરતા રહે છે અને તેમના સ્વાસ્થ્ય વિશે અપડેટ્સ (health update)પણ આપતા રહે છે. હવે એક લાંબી પોસ્ટમાં, તેમને સમજાવ્યું કે કેવી રીતે નવા સ્ટાફને વસ્તુઓ સમજાવવામાં મુશ્કેલી પડી રહી છે અને તેના કારણે તે તમામ કામ જાતે કરી રહ્યા છે. દરેક કામ જાતે કરવાનો તેમના માટે ઘણો જ અલગ અનુભવ છે, પરંતુ તેમને એ પણ જણાવ્યું કે તે આ કામનો આનંદ માણી રહ્યા છે.
બિગ બીએ બ્લોગમાં(Amitabh Bachchan blog) લખ્યું, 'કોવિડને કારણે, હવે હું મારો બેડ જાતે બનાવી રહ્યો છું, મારા કપડાં ધોઈ(wash cloths) રહ્યો છું, ફ્લોર અને ટોઇલેટ પણ સાફ(clean toilet) કરી રહ્યો છું. આ સાથે, જે પણ સ્વીચો છે તે હું જાતે ચાલુ અને બંધ કરું છું. હું મારી જાતે ચા અને કોફી(make tea and coffee) બનાવું છું. હું બધા મોબાઈલ અને કોલ્સનો(received call) જવાબ જાતે જ આપું છું અને મારા પત્રો(letters) જાતે જ તૈયાર કરું છું. તે જ સમયે, હું નર્સ સ્ટાફ વિના જાતે દવાઓ(take medicines) લઈ રહ્યો છું. આજ કલ આવું જીવન છે.'જો કે એવું લાગે છે કે બિગ બી પણ તેને એન્જોય(enjoy) કરી રહ્યા છે. તે કહે છે કે, તે ખૂબ જ આનંદદાયક અને આત્મસંતોષકારક અનુભવ છે. વધુ સારું એ છે કે કર્મચારીની(employee) નિર્ભરતા ઘટી રહી છે અને વધુ મહત્ત્વની વાત એ છે કે જેમ કે મેં અગાઉ ઘણી વખત રજૂઆત કરી છે કે તમારા કર્મચારીઓ દિવસભર શું કામ કરે છે,. તમારે તેની કદર(respect) કરવી જોઈએ.
આ સમાચાર પણ વાંચો: નવરાત્રી પહેલા થીયેટરમાં ગરબાની જમાવટ -ફક્ત મહિલાઓ માટે ફિલ્મ જોઈ દર્શકોએ ગરબાની રમઝટ બોલાવી- વીડિયો સોશિયલ મીડીયા પર ધૂમ મચાવી રહ્યો છે
બિગ બી છેલ્લે ફિલ્મ ‘રનવે 34’(Runway 34) માં જોવા મળ્યા હતા. હવે બિગ બી પાસે ‘બ્રહ્માસ્ત્ર’, ‘ગુડ બાય’, ‘પ્રોજેક્ટ કે’ સહિત ઘણી ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે. ‘બ્રહ્માસ્ત્ર’માં તે રણબીર કપૂર, આલિયા ભટ્ટ, નાગાર્જુન અને મૌની રોય સાથે જોવા મળશે. બીજી તરફ, તે રશ્મિકા મંદન્ના સાથે ગુડ બાયમાં અને પ્રભાસ અને દીપિકા પાદુકોણ સાથે પ્રોજેક્ટ કેમાં જોવા મળશે.